________________
એકત્ર થયેલા પંડિતે તેમજ અન્યત્ર મેદનીને આનં દિત કર્યા. તેમજ શ્રી આણંદવિમલસૂરીશ્વરજીએ પૂછેલા પ્રશ્નોના સચોટ ઉત્તરે આપી શ્રોતાજનેને મુગ્ધ કરી દીધા હતા.
મહારાણાજીને વાસ્તુશાસ્ત્ર સંબંધી કેટલાક ખુલાસાએ જોઈતા હતા જે આ મહાપુરૂષ પાસેથી સંતોષકારક મળતાં તે અત્યંત સંતુષ્ટ થયા. વિ. સં. ૧૫૯૮ની સાલમાં પૂજ્યશ્રીએ શંખલપુરમાં પગલા પાવન કર્યા. તે સમયે શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ શ્રીમવિમલસૂરીશ્વરજી બીરાજમાન હતા. તેઓશ્રીએ શ્રીપાર્ધચંદ્રસૂરિજીને સર્વ પ્રકારે ગ્યતાવંત અને ઉત્તમોત્તમ જૈનતત્વપ્રકાશક જાણી આચાર્યોની સમ્મતિ સહ યુગપ્રધાનપદ આપવાની વિચારણા કરી નિશ્ચય કર્યો. શ્રી સંઘને પણ આ પદત્સવ ઉજવવા ઉમીએ થઈ તે માનવા લાગ્યા કે પૂજ્યશ્રી વચનાતિશયવંત વિદ્યમાન છે માટે તે યુગપ્રધાનપદ માટે બરાબર લાયક છે. તે સાથે પૂજ્યશ્રીના સુયોગ્ય શિષ્યરત્ન શ્રી સમચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાને કહા લેવાને પણ નિરધાર કર્યો. શ્રી સંઘે પિતાના આંગણે પત્સવ શરૂ કર્યો.
આ માંગલિક કાર્યમાં પુણ્યપ્રભાવક અને માર્ગાનુસારી શ્રાવક મેઢજ્ઞાતીય શેઠ વિકમશાહ તથા શેઠ સરિશાહ તેમજ શ્રીમાળી જ્ઞાતીય શેઠ હેમાજીના સુપુત્ર ડાસાશાહ અને શેઠ ડબાશાહ, લાલાશાહ, પાશરાજ એ છ ભાગ્યશાળીઓએ અગ્રભાગ લઈ જીવનને સાફલ્ય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com