________________
પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીપર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા જોધપુરનું ચાતુર્માસ પૂર્ણ કરી પુનઃ નાગોર નગરે પિતાના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીનાં ચરણને નમસ્કાર કરી, સુખસાતા પુછી વિશેષ વિનય વૈયાવચ્ચ સાચવી આલોયણ તપ અંગીકાર કરી આનંદ પામ્યા. ગુરૂદેવે શિષ્યના ઉત્સાહની વૃદ્ધિ થાય એવા આશીર્વચન ઉચ્ચાર્યા. પૂજ્યશ્રી ગુરૂદેવ સાથે કેટલોક સમય રહ્યા બાદ બીકાનેર, રતનગઢ, જયપુર, દિલહી, આગ્રા, બનારસ, મુશદાબાદ, રાજગૃહી અને શ્રી સમેતશિખરજી આદિ તીર્થની યાત્રા કરી. રસ્તામાં દરેક સ્થળે શ્રી જિનશાસનની પ્રભાવના કરતાં, જ્ઞાનરૂપી અમૃતનો આસ્વાદ ભવિકજનેને ચખાડતા હતા. એક સ્થળે બે પક્ષે વચ્ચે કેટલીક ધાર્મિક વિચારણાઓ સંબંધમાં મતભેદ ઉભા થતાં તેનું સમાધાન મેળવવા આ શાસ્ત્રવિશારદ સૂરિપુંગવ પાસે તેઓ આવી પહોંચ્યા. સૂરીશ્વરજીએ તેમને શંકાશીલ પ્રશ્નો પૂછવા અને તેના યોગ્ય ઉત્તરે આપવા માટે સહર્ષ જણાવ્યું. પૂછાયેલા તમામ પ્રશ્નોના ઉત્તરે સંતોષ મળતાં બંને પક્ષો વચ્ચેને માન્યતા ભેદ દૂર થ. આમ પૂ. આચાર્ય ભગવાનના જ્ઞાનબળ, તર્કશક્તિ અને શાસ્ત્રોક્તજ્ઞાન જોઈ તેઓ એક બીજા પ્રત્યે કહેવા લાગ્યા કે જૈનાચાર્યો જે સવજ્ઞ પુત્રના બિરૂદનો દાવો કરે છે તે ખરેખર અક્ષરસ સત્ય છે. વિશેષમાં સૂરીશ્વરજીએ કેટલાક અવસ્થાને કરી બતાવ્યા જેથી વિવાદગ્રસ્ત ઉભય પક્ષે આનંદિત થયા.
શ્રી તીર્થકર ભગવંતોએ પિતાની પછી ત્રીજા પર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com