________________
[૩૧
એજ લોંકાશાહ સાથે વિવાદ કરતાં આચાર્ય ભગવાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજીના સિદ્ધાંતિક સચોટ પુરાવા સામે ટકી શકવાનું અશક્ય જણાતાં વિવાદમાંથી તેઓ વિતંડાવાદમાં તણાવા લાગ્યા. જે જોઈ પૂજ્યશ્રીએ ચર્ચા છેડી દીધી પરંતુ લંકાશાહના સાત વિદ્વાન અને ગુણપૂજક શિવેના મન પર પૂજ્યશ્રીની વિદ્વતાની તેમજ ક્રિયાકાંડની ભારે છાપ પડી અને તેઓશ્રીની ઈચ્છાથી શુદ્ધ કિયાનુષ્ઠાન કરી તેમને પૂજ્યશ્રીએ પિતાના શિષ્ય બનાવ્યા તેમજ ચાતુર્માસના અંતે નાગર વતની વિશાઓશવાળ હેમરાજજીને મહોત્સવ પૂર્વક દીક્ષા આપવામાં આવી. ત્યાંથી શિષ્ય સમુદાય સાથે નવકથી વિડાર કરતા આચાર્ય ભગવાન બિકાનેર પધાર્યા. અને ત્યાં મેટી સંખ્યામાં લોકોને સાચી ક્રિયાના માર્ગ તરફ વાળી અલપસંસારી બનાવ્યા અને પૂ. સૂરીશ્વરજીએ અષ્ટકમસૂદન તપ આદર્યો. ત્યાંથી તેઓશ્રી જેસલમેર પધાર્યા જ્યાં પ્રાચીન ભંડારના પુસ્તકનું અધ્યયન અને મનન કરી પિકણ ફલેધી તરફ થઈ જોધપુર શહેર નજીક પધાર્યા. જેધાણુનાથ (જોધપુર નરેશ) અને શ્રી સંઘ સૂરીશ્વરજીને સામૈયાપૂર્વક ભારે આડબરથી ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. અહીં પૂ. સૂરીશ્વરજીએ વધમાન તપ શરૂ કર્યો. ત્યાં અનેક ભવ્ય જીવે પર ઉપકાર કરી પૂ. સૂરીશ્વરજી જાલેરથી આહેર થઈ ગોલવાડની પંચતિથીની યાત્રાએ પધાર્યા. ત્યાંથી શ્રીઆબુજી પરના પવિત્ર જગજાહેર જિનાલને જુહારી પુનઃ હમીરપુરની સ્પર્શના કરી. ન્હાની પંચ તિથીની યાત્રા કરી સાચેરથી વાવ થરાદમાં પુષ્કળ પ્રમાણમાં શ્રાવકોને પ્રતિબોધી આચાર્ય ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com