________________
૨
પરાજિત અવસ્થામાં રાખનારા હાય તે મહર્ષિઓ સાચી સમતાના ઉપાસક હૈાય છે. ઉપાધ્યાયશ્રીપાચ જીને એ કક્ષામાં મૂકી શકાય. એવા આ જયેતિધર શિષ્ય—સપત્તિ વધારતા, શ્રીજૈનાગમા, સિદ્ધાંત, સૂત્રો, પંચાંગી આદિ સંખ્યાબંધ ગ્રંથાનેા અભ્યાસ કરી તેમાંથી નીચેાડ કાઢતા ભવ્યભારતભૂમિને પાવન કરવા લાગ્યા. તેઓશ્રીએ પેાતાના વિહાર દરમ્યાન યુતિમડળના એક વિભાગમાં ક્રિયાકાંડ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ અને તેમાં વ્યાપેલે શિથીલાચાર જોઇને આ મહાપુરૂષ અતિખીન્ન થયા. વર્તમાન યુગમાં પણ આપણે શિથીલાચાર સામે થતા પડકારા તેના આઘાતા અને પ્રત્યાઘાત વિષે ઘણું સાંભળીએ છીએ. પરંતુ આજે જૈનસમાજ ભાગલામાં વહેચાઈ જવાથી અને આચાર્યો એટલા વાડા ઉભા થવાથી જ્યાં શિથીલાચાર છેત્યાં તે નભી રહ્યો છે. આજે એકલ વિહારીઓને સમાજમાં તાટા નથી. અનેક દર્દભરી વાત અવારનવાર આપણા કાને પડે છે પરંતુ કાઇ કહે છે ત્યારે અમે નિરૂપાય છીએ એમ કહી લાચારીથી બે હાથ જોડી બેસી રહીએ છીએ, કારણ કે ભગવાન સુધમ સ્વામીની પાટે વર્તમાનમાં ખીરાજનાર આચાય અને ઉપાધ્યાય વિગેરે મહારાજો પણ આજે પક્ષાપક્ષીમાં અટવાયેલા હાઇ શિથીલાચાર માટે કોઈ મજબૂત ધારણ કરી શકતા નથી. શિથીલાચારને સાફ્ કરવા માટે કડક ઉપાયેા કામે લગાડવા જોઇએ. પણ આજે કાઈ કાઇને ખાટું લગાડવા કે સામેા પક્ષ પેાતાની પ્રત્યે દ્વેષભાવથી જુએ એવા ભયને લીધે તૈયાર નથી. પરંતુ ઉપાધ્યાય શ્રીપાર્શ્વચંદ્રજી લેકનિંદા કે લેક વાહવાહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com