________________
૧૫૧ અનેક આત્માઓને સન્માર્ગ દર્શન કરાવી શ્રી વીતરાગ માગમાં દ્રઢ કર્યા હતા.
(૨) સંવત્સરીના ચાલતા મતભેદે અંગે તેઓશ્રીએ એક પ્રશ્નોત્તરપ્રકાશ શ્રીભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા રૂપે બહાર પાડી ભાદરવા સુદી પંચમીની સંવત્સરી શાસ્ત્રોક્ત છે એમ વિદ્વત્તા વડે સિદ્ધ કરી બતાવ્યું છે. એ વિષેના સચોટ લખાણ ઉક્ત પુસ્તકમાં મોજુદ છે.
(૩) સ્વ. આચાર્ય મહારાજ વિદ્વાન વક્તા ઉપરાંત કવિત્વશક્તિ પણ સારા પ્રમાણમાં ધરાવતા હતા જે તેઓશ્રીએ રચેલ ગુરૂતુતિઓ, સ્તવને અને સજઝા ઉપરથી જણાઈ આવે છે.
(૪) સ્વ૦ નૂતન દીક્ષિત કરવા માટે પરીક્ષા ને અગ્નિ પરીક્ષામાં માનનારા હતા તેથી તેઓશ્રીની વિદ્વત્તાના પ્રમાણમાં શિની સંખ્યા ઓછી જણાશે. હાલ તેઓશ્રીના શિખ્યામાં શ્રી વૃદ્ધિચંદ્રજી તથા શ્રી વિદ્યાચંદ્રજી વિદ્યમાન છે.
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ઠીકઠીક અભ્યાસ કર્યો છે. તેઓશ્રીને પિતાના આ ગુરૂવર્યની ખોટ આજે ભારે સાલે તેમાં આશ્ચર્ય જેવું શું છે?
(૫) જે બહુજ થડાના જીવનમાં જોવામાં આવે છે તે સ્પષ્ટવકતૃત્વને પૂજ્યશ્રી વરેલા હતા. સાચું કહે ત્યારે કેટલાકને લાગતું કે પૂજ્યશ્રીને સ્વભાવ આકરે છે પણ વિચાર કરતાં બીજી જ પળે કબુલ કરવું પડતું કે તેઓશ્રીનું કડવું કથન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com