________________
૧૪૮
રાખવામાં આવ્યા. રાજ્યની હોસ્પીટલના વડા તબીબ, અન્ય ડેકટરે અને તેઓના સ્ટાફે પૂજ્યશ્રીની સુશ્રષા-ઉપચાર વિ૦ બહુજ કાળજીપૂર્વક કરવા માંડયા. પરંતુ ઘડીમાં તડકો ને ઘડીમાં છાંયડાની જેમ તબીયત ઠીક-અઠીક અને ચિંતાજનક દેખાવા લાગી. પૂજ્યશ્રીના દેહની સુખસાતા પૂછવા માટે બહારગામથી શ્રીસંઘના ભાઈબહેને આવવા લાગ્યા. તેઓના ભેજન વિ. ની વ્યવસ્થા ધ્રાંગધ્રાના શ્રી છોટાલાલભાઈ ડામરભાઈ અને અન્ય અગ્રેસરેએ સુંદરરીતે કરી હતી. ધ્રાંગધ્રાના શ્રીસંઘના ભાઈઓએ ૮-૮ ની ટુકડીમાં રાત ને દિવસભર પૂજ્યશ્રીની સુશ્રુષા–સેવા અર્થે હોસ્પીટલ ખાતે રહેવાનું નકકી કરેલું અને તે મુજબ સુંદર લાભ ઉઠા. પરંતુ કાળચક્રની ગતી કોઈથીયે અટકી નથી અને અટકે પણ નહિ. સં. ૧૯૫ ના ભાદરવા વદી-૪ ને એ દિવસ હતો કે જે દિવસે શ્રી ગ૭ને શોકમગ્ન છેડી પૂ. પા૦ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજને દેહ આત્માથી છૂટ થયો અને તેઓશ્રી પંચત્વને પામ્યા. આ દિવસ ધ્રાંગધ્રાના શ્રીસંઘ અને ગરછના અન્ય શહેરાના સંઘ માટે બહુ વિકટ ને કપરાદિન તરિકે નેંધાઈ રહેશે. સારાયે ધ્રાંગધ્રા શહેર પર શેકની છાયા પ્રસરી રહી હતી. તે દિવસે અમદાવાદ, વીરમગામ, ખંભાત, માંડલ વિ. સ્થળેએ તાર કરેલા. ત્યાંથી ઘણા ભાઈઓ બીજે દિવસે આવી પહોંચ્યા હતા. પાંચમને દિવસે સુંદર અને સુશોભિત પાલખીમાં પૂજ્યશ્રીના મૃતદેહને પધરાવવામાં આવ્યા અને સેંકડો જૈન જેનેતરોએ એ ભવ્ય સ્મશાનયાત્રામાં ભાગ લીધે. આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com