________________
૧૪૭
ગયું હતું. ચોમેરથી પૂજ્યપાદ આચાર્યદેવ નાણને ફેરા ફરતાં અક્ષતઉછાળવામાં આવ્યા હતા. આમ આ દિવસથી મુનિરાજશ્રી સાગરચંદ્રજી મહારાજ પૂરા પાટ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામથી સંબોધાયા.
પૂ. પા. ભારતભૂષણ આચાર્ય શ્રીમદ્ ભાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને ૫૦ પૂમુનિરાજ શ્રી પુનમચંદ્રજીગણિવર મહારાજશ્રીના કાળધર્મ પછી અલ્પસંખ્યા ધરાવતા આ ગચ્છમાં જે થોડાક સાધુર છે તે પિકિ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ જુદાજ તરી આવતા હતા. વ્યાખ્યાન વાણી દ્વારા એમણે વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ સ્વયં પ્રાપ્ત કર્યું હતું. સારા માણસના જીવન હંમેશાં ટુંકા કેમ ન લખાયા હોય એમ પૂજ્યશ્રીની બાબતમાં પણ બન્યું.
સંવત ૧૯૩–૯૪ના ચાતુર્માસ માંડલના શ્રીસંઘની વિનંતિથી ત્યાં થયા અને શ્રીભગવતી સૂત્રની શબ્દધારા અખલિતપણે ચાલતાં જૈન-જૈનેતર જનતાએ તેને સારો લાભ ઉઠા. વેરાશ્રી મેહનભાઈ જીવરાજ અને અન્ય અગ્રેસરએ પૂજ્યશ્રીની સેવા-સુશ્રુષા એટલી સુંદર રિતિયે ઉઠાવી અને આ ચાતુર્માસ દરમ્યાન ધર્મપ્રભાવનાના એવા કાર્યો થયા કે જેની વર્લંત ત હંમેશાં જળહળતી જ રહેશે,
માંડલના ચાતુર્માસ બાદ તેઓશ્રીની તબીયત લથડી. વિહાર કરી ધ્રાંગધ્રા પધાર્યા. ત્યાં ગયા બાદ તબીયતે ધીમેધીમે ઉથલો ખાધો. શ્રીસંઘે તબીયત વધુ ગંભીર લાગતાં પૂજ્યશ્રીને ધ્રાંગધ્રા રાજ્યની હોસ્પીટલમાં ઉપચાર અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com