________________
૧૪૩
આપ્યું. પૂજ્યની પ્રશંસા એકજ દિવસમાં પ્રચલિત થતાં ત્યાંના દરબાર સાહેબ, મે. દિવાન સાહેબ અને અધિકારી વર્ગ પણ વાણીને લાભ લીધે હતે. પૂજ્યશ્રીએ રાજધર્મ અને પ્રજાધર્મ વિષે સચેટ શૈલીમાં પ્રવચન કરી ધાર્મિક ઉન્નતિના કાર્યમાં રાજા–પ્રજાના સહકાર વિષે સતત ઉપદેશાધારા વહેતી મુકી હતી. પરંતુ એ લાભ વધુ સમય લેવાઈ ન શક અને પૂજ્યશ્રીને વિહાર કરવાને હઈ સો કેઈના દિલમાં રંજ પેદા થયે.
માળીયાથી વિહાર કરી ચાતુર્માસ માટે પ્રાંગધ્રા પધારતાં રસ્તામાં જામકંડોરણા ગામે મુકામ કર્યો. ત્યાંના વિદ્વાન મેજીસ્ટ્રેટ સાહેબ અને શ્રાવકોએ પૂજ્યશ્રીના ઉપદેશને સારે લાભ ઉઠાવી અનેક જાતના વ્રત નિયમો ગ્રહણ કરી એક યાદ તાજી રાખવા ઉદ્યમી બન્યા.
ત્યારબાદ ચાતુર્માસ નજીક આવતાં પૂ. મુનિરાજ શ્રીસાગરચંદ્રજી મહારાજે ભારે ધામધુમપૂર્વકના સામૈયાદ્વારા પ્રાંગધ્રામાં પ્રવેશ કર્યો. અત્રે શ્રી ભગવતીજીનું વાંચન કરાવવામાં આવતાં અન્ય ગ૭ ઉપરાંત સ્થાનકવાસી સમુદાયના વિદ્વાન ગૃહસ્થો મળી એટલી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળવા જનતા આવવા લાગી કે ઉપાશ્રયને વિશાળ હેલ ચીકાર ભરાઈ જતું. પાછળથી આવનારને તે ઉભા રહેવું પડતું.
શ્રી ભગવતીજી જેવા મહાન કઠીન આગમનું વાંચન તેઓશ્રી એટલી સરળ અને સાદી ભાષામાં કરી રહ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com