________________
૫૫ , લક્ષ્મીનિવાસસુરિ પ૬ , પુણ્યરત્નસૂરિ
૫૭ શ્રી સાધુરત્નસૂરિ આમ તેઓશ્રીની પાટે એક પછી એક પ્રભાવશાળી, ક્રિોદ્ધારક અને ચારિત્રચૂડામણિ આચાર્યો થઈ ગયા. એમના સમય દરમ્યાન શાસન હિતના અનેક કાર્યો થયા છે પણ એની બહુ જાણ સમાજને નથી
પરંતુ શ્રી સાધુરત્નસૂરિની પાટે વિભૂષિત થનાર અનંત શક્તિના ધણી-શાંત, દાંત, મહંત અનેકગુણગણાલંકૃત, ચારિત્રચૂડામણિ આચાર્યભગવાન શ્રી ૧૦૦૮ શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ લેતાં જેમ સૂર્યને દેખી કમળ વિકાસને પામે, મેઘને જોઈ કૃષિકાર હર્ષને પામે અને ધન દેલત પ્રાપ્ત થતાં નિધનને આનંદ થાય તેમ આપણા હૈયા પ્રફુલ્લિત અને ગર્વથી ભરપુર બને એ સ્વાભાવિક છે. આ જગતમાં અનેક જ આવે છે અને ચાલ્યા જાય છે. કાળનું ચક નિરંતર વહ્યા જ કરે છે. એના મુખમાં માનવદેહ જીવનકાળ પુરો થતાં યાહોમ ઝુકાવે છે, એમાંથી બહુજ થોડાનાં નામો આપણે યાદ કરીએ છીએ. એમને સાક્ષાત્કાર માની પૂજીએ છીએ.
શ્રીપાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમયથી શ્રીમન્નાગપુરીયતપાગચ્છ ઉષે તેઓશ્રીના નામ સાથે સંકળાયેલ શ્રી “પાયચંદ ગચ્છને ઓળખીએ છીએ. આ મહાન પુરૂષના સમયમાં આ ગચ્છ ખૂબખૂબ પ્રકાશમાં આવ્યો છે અને ત્યારથી જ તે શ્રીપાર્ધચંદ્રસૂરીગચ્છ યાને પાયચંદ ગરછથી સુપ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com