________________
૧૪૦
શામજી રાખવામાં આવ્યું. શામજીને નિશાળે મૂકવામાં આવ્યા અને ગુજરાતી પાંચ ચાપડીને અભ્યાસ કર્યાં. માતાને વિયેાગ પડ્યો, પિતાએ કચ્છ-માંડવીમાં એક પાઠશાળામાં શામજીને ભણવા મૂકેલા.
૫૦ પૂ॰ મુનિરાજ શ્રીભ્રાતૃચંદ્રજી મહારાજ સ૦ ૧૯૫૫નું ચામાસુ ઉતરતાં અંજારથી અનુક્રમે વિહાર કરી ભુજ અને ત્યાંથી માંડવી પધાર્યા ત્યાં ૫૦ પૂ॰ શાંતમૂર્તિ શ્રીકુશલચદ્રેજી ગણિવર બિરાજમાન હતા. તેઓશ્રીને પ્રેમથી ભેટ્યા અને ગુજરાત તરફ વિહાર કરવાની આજ્ઞા મેળવી તે સમયે માંડવીમાં ભણતા શામજીને ગુરૂદેવને ભેટ થયેા. શામજીએ પેાતાના પિતાશ્રીની રજા લઈ ગુરૂદેવની સાથે સ. ૧૯૫૬ ની સાલમાં ગુજરાત તરફ પ્રયાણ કર્યુ. ને તે સાલનું ચામાસું વિરમગામ થયું. અને સ. ૧૯૫૭ ની સાલનું ચાતુર્માસ અમદાવાદમાં થયું. ત્યાંથી અનુક્રમે ગુર્દેવ ખભાત પધાર્યાં. ત્યાં પેાતાની પાસે વિદ્યાધ્યયન કરતા શામજીભાઈને દીક્ષા આપવાનું મુકરર કર્યું. એ માંગલિક પ્રસંગ પર અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કર્યો અને સ. ૧૯૫૮ ના મહા સુદ ૧૩ ના દિવસે ચતુર્વિધસંઘની હાજરીમાં ગુરૂરાજે દીક્ષા દીધી ને દીક્ષિતનું નામ મુનિ સાગરચંદ્રજી રાખ્યું,
પૂર્વ પા॰ ગુરૂદેવની સાન્નિધ્યમાં રહી દીક્ષાકાળના કેટલાક વર્ષો સુધીનેા કાળ ધામિક અભ્યાસ, મનન અને અધ્યયન પાછળ ગાળ્યો. સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ, આગમાદિ શાસ્ત્રાના અભ્યાસમાં તીક્ષ્ણ બુદ્ધિ અને વિચારગ્રાહ્યશક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com