________________
૧૩૯
બાલબ્રહ્મચારી શ્રી સાગરચંદસૂરીશ્વરજીનું
ટુંક જીવનચરિત્ર સ્વ. ભટ્ટારક ચારિત્રચૂડામણિ વીતરાગ શાસનના અણનમ ઝંડાધારી મહાન પુરૂષપુંગવ આચાર્ય શ્રીમદ્દ ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાટે સ્વ. આચાર્યશ્રીસાગરચંદ્રસૂરીશ્વરજી થયા. પૂર્ણિમાની પ્રકાશિત રાત્રે દરિયાના પાણી પર પ્રકાશ પડતાંજ જેમ સાગર હેલે ચઢે છે તેમ સ્વ. આચાર્યશ્રીજીની વિદ્વત્તા સંબંધમાં થયેલ પ્રગતિ વિષે કહી શકાય. સ્વ. આચાર્યશ્રીએ બાલ્યવયમાં શ્રીભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરી. ટુંક સમયમાં અધ્યયન ને મનન દ્વારા જે જ્ઞાન મેળવ્યું તેને વિકાસ એટલે સમૃદ્ધપણે સાથે કે એ જ્ઞાન હંમેશાં લોકોને શાસન પ્રત્યે આકર્ષણ સમાન નીવડયું. લક્ષમીના ખજાનાને તે માણસ બહુ છુપીરીતે સંતાડી રાખે છે. કઈ ન જાણી જાય તેની એ બહુ પરવાહ રાખે છે પણ આ જ્ઞાનનો ખજાને એ છે કે જેને કેઈ લુંટી શકતું નથી અને જેમ જેમ એ ભંડાર ભવ્યાત્માઓના હિતાર્થે ખાલી થાય છે તેમ તેમ તેમાં વૃદ્ધિજ થતી રહે છે. સ્વઆચાર્યશ્રી એનું સાચું પ્રતિક છે એ એમના જીવનમાંથી આપણને મળી આવે છે.
કચ્છ પ્રદેશમાં આવેલ નાના ભાડીયા ગામે શા. ધારસીભાઈના ઘેર સં. ૧૯૪૩ ના શુભ ચોઘડીએ માતા
તન ભાઈની કુક્ષિથી બાળકને જન્મ થયો, તેનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com