________________
૧૩૭
સ્વ॰ ગુરૂદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના અ ંતિમ માંદગીના સમય દરમ્યાન અમદાવાદ મુકામે સ્વ॰ ગુરૂદેવની જે ભક્તિભાવ-વિનયપૂર્વક સેવા-સુશ્રુષા કરી તે અને તેવા બીજા અનેક ગુણાને શ્રી સંધ આજે પણ યાદ કરે છે.
તેઓશ્રી છેલ્લે માંદગી વધી પડતાં પાટણ મુકામે પ્રવત ક શ્રી કાંતિવિજયજીની નીશ્રામાં કેટલેાક સમય રહ્યા. ત્યાં ઔષધક ઉપચાર કરવામાં આવ્યા અને કાળધમ પામ્યા તેના બે દિવસ અગાઉજ તેઓશ્રીને વિચાર ઉનાવા મુકામે જવાના થયા અને મુ. શ્રી. વિદ્યાચંદ્રજી અને શ્રી લાભચંદ્રજી સાથે ઉનાવા મુકામે આવી પહેાંચ્યા. ત્યાંના શ્રી પાર્શ્વ ચદ્રગચ્છના ભાઈઓએ ભક્તિપૂર્વક ઉપચાર કર્યા પરંતુ એ બધા કારગત નીવડ્યા નહિં અને સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ ૪ ના રાજ અપેારના સમયે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. તેઓશ્રીના કાળધમ ના સમાચારથી શ્રીસંઘમાં ગમગીનીની ભારે લાગણી પ્રગટી નીકળી કારણ સ્વ॰ આચાર્ય દેવ શ્રીમત્ સાગરચદ્રસૂરીશ્વરજી મહારાજના વિરહ સાલતા હતા ત્યાં પૂર્વ મુ॰ શ્રીજગંદ્રજીગણી મહારાજના કાળધમથી ભારે આઘાત થયા.
સ્વ॰ મુ॰ શ્રીજગત્ચંદ્રજીગણી મહારાજ કાળધમ પામ્યા છે છતાંયે તેઓશ્રીના અનેકવિધ ગુણા હુંમેશા આપણી વચ્ચે રહેશે અને શ્રીસ ંઘને પ્રેરણા આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com