SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ત્યાંથી ઊંટ ઉપર બેસી દેશલપુર ગયા ત્યાં રાત રીકાઇ ત્યાંના શેઠ દેવસી કુરપાળ સાથે ખીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર માટી ખાખર પધાર્યા. ઠાકરસીભાઇ પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં અભ્યાસ કરવા લાગ્યા. એ વખતે પુજ્ય ગુરૂદેવ શ્રી ભગવતી સૂત્રનું વાંચન કરતા હતા. ઠાકરસીભાઈ કે જેમની ઉંમર અત્યારે ૩૦ વર્ષની ડુતી તેઓ વિદ્યાધ્યયન કરવામાં મગ્ન રહેતા. આમ ચગ્યતાએ પહેાંચતાં સ’. ૧૯૫૪ ના માગશર સુદ ૧૦ ને ગુરૂવારના રાજ ભારે ધામધૂમ અને મહાત્સવપૂર્ણાંક શ્રી ચતુિંધ સંઘની હાજરીમાં ઠેરઠેર નિમત્રણપત્રિકાને માન આપી પધારેલા શ્રીસંઘના સમુદાય વચ્ચે શુભ મુહૂર્તે ઠાકરસીભાઇને શ્રીભાગવતીપ્રવજ્યા પ્રદાન કરી તેમનું નામ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું. જેમ સ’સારી જીવા મનવાંચ્છિત ફળ મળતાં આન'દને પામે છે, મેધના આગમનથી જેમ મયૂર મસ્ત અને છે તેમ ભાગ્યશાળી આત્માએ જીવન સાર્થકતાની પળના સદ્ઉપયોગ થયે પેાતાને ધન્ય માની તિ અને છે. દીક્ષા બાદ બાલબ્રહ્મચારી મુનિરાજ શ્રીપુનમચંદ્રજી મહારાજ દરરાજ એકાસણું કરતા અને ખપેારના નિયમિત બે કલાક સુધી સૂર્યના તાપને ઝીલતાં આઁકાર મત્રના જાપ કરતા હતા. પૂજ્ય ગુરૂદેવ સાથે રહેવાથી આ સરળસ્વભાવી મુનિરાજમાં પણુ ગુરૂદેવના ગુણા આતપ્રેત થવા લાગ્યા. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy