________________
૧૨૪
શરણું સ્વીકારવું જ રહ્યું. જે આત્માઓ ધર્મને શરણે ગયેલા હોય છે તેઓ કદાપિ ઇર્ષાબુદ્ધિ સેવતા નથી પરંતુ જ્યાં સત્ય અને ન્યાયનું પહેલું હોય છે ત્યાં તે બેસે છે. ભાગ્યશાળી ઠાકરસીભાઈ પિતાની બુદ્ધિ અનુસાર વિચારે છે કે આ સંસારમાં પદાર્થ માત્રમાં ભય રહેલો છે પરંતુ નિર્ભય બનવાનું સાચું સાધન તે માત્ર શ્રીજિનેશ્વરદેવોએ વારસામાં આપેલ સર્વવિરતિજ છે.
ઠાકરસીભાઈના માતપિતા સ્વર્ગવાસી થયા અને સંસારની અસારતા જણાતાં વૈરાગ્યભાવનાનું બીજ વૃદ્ધિ પામતું ચાલ્યું. ધ્રાંગધ્રાના શા. મૂળચંદ લાલજીના બે સુપુત્ર શા. દેવશીભાઈ અને બીજા ગુલાબચંદભાઈએ અનુક્રમે સં. ૧૯૩૦ અને સં. ૧૯૩૮ માં શ્રીભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરેલી અને તેઓ પાલીતાણા મુકામે ગુણવિજયજી અને દેવવિજયજીના નામથી વિચરતા હતા.
કુલદીપક ઠાકરસીભાઈનું હૃદય વૈરાગ્યભાવનાથી એતપ્રેત બનેલું હોઈ તેઓ ખબર મેળવી ઉક્ત મુનિરાજે પાસે ઘેર કહ્યા વગર પાલીતાણું ગયા તે વખતે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની જ હતી. સંસારને દુઃખમયમાનનારે દુ:ખરૂપ ફલને આપનાર માનનારો અને દુઃખની પરેપરાથી ભરપૂર માનવાવાળે ભવ્યાત્મા સંસારમાં હોય અને કોઈ કારણસર વિરતિ ન આચરી શકે તે પણ એના હૃદયનું દુઃખ પારાવાર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com