________________
૧૨૨ શાંતમૂર્તિ શ્રી પુનમચંદ્રજી ગણિવરનું
ટુંક જીવન ચરિત્ર ભારતભૂષણ પ્રાતઃ સ્મરણીય આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક પૂ. મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવર થયા.
ધ્રાંગધ્રા રાજ્યના તાબાના દુદાપુર નામના ગામડામાં દશાશ્રીમાળી વણિક શેઠ કરશન નાથા રહેતા હતા. તેમને ચાર પુત્રો હતા-માનસંગ, જેઠાભાઈ મુળજીભાઈ અને ચોથા કમળશીભાઈ તેમાં મૂળજીભાઈને ત્રણ પુત્રો હતા જેમના નામો ત્રિભોવનદાસ, ઠાકરસી અને શીવલાલ હતા. પૂર્વના ધાર્મિક સંસ્કારના સિંચનના પરિણામે આ કુટુંબ સુખપૂર્વક ગ્રામ્યજીવન વીતાવતું હતું. આપણા નિગ્રંથ ગુરૂરાજ સ્વશ્રી પુનમચંદ્રજી ગણિવર મહારાજને જન્મ વિ. સં. ૧૯૨૪ ના પિષ વદ ૫ ના રોજ શુભ ગ્રહગમાં થયે. અને તેમનું નામ ઠાકરસી રાખવામાં આવ્યું. ગ્રામ્ય જીવનની જરૂરીયાત મુજબ ગામડી નિશાળે ભાઈ ઠાકરસીએ બે ત્રણ ગુજરાતી પુસ્તક જેટલે અભ્યાસ કર્યો. અને તુરતજ વેપારમાં જોડાયા. વેપારના કામકાજ અંગે તેઓ ધ્રાંગધ્રા અવારનવાર જતા આવતા હતા.
આમ વેપાર કરતાં કરતાં એક દિવસ દુકાનમાંની પેટીમાંથી ઘીને દીવો હંમેશ મુજબ કરવા માટે દીવાસળીની પિટી લેતા તેમને સર્પદંશ થયે. પિતાના ગામ નજીક ઘોઘાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com