________________
૧૧૫
રાજનગરના શ્રીસંઘની ભક્તિ જોઇ ઠેરઠેરથી પૂજ્યશ્રીની તબીયતના સમાચાર પૂછવા આવતાં ગૃહસ્થાના મુખમાંથી પ્રસશાના શબ્દો ખેલાવા લાગ્યા. ધન્ય છે રાજનગરના શ્રી સંઘને કે જેણે આવા બાળબ્રહ્મચારી મહાત્માની સેવાની તક ઝડપી મળેલી પળને ધન્ય કરી. આખરે સૌના ખેદ અને હ' વચ્ચે પૂજ્ય આચાય શ્રીભ્રાતૃચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબને આત્મા દેહથી મૂક્ત થઇ ગયા. એ દિવસ હતા સ. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ ને બુધવારની રાત્રીને
ગુરૂવિરહથી તેઓશ્રીના શિષ્યરત્ના અને શ્રીસ’ધને ભારે આઘાત લાગ્યા. જીવનસાલ્યના માર્ગદ્રષ્ટા, જનહિતકારી વચનાથી અનેક જીવા પર સન્માગ દશનના ઉપકાર કરનાર આવા મહાપુરૂષના વિરહથી કેાને દુઃખ ન થાય ? સૌની આંખા અશ્રુભીની બની. બીજે દિવસે પૂજ્યશ્રીને ભવ્ય પાલખીમાં પધરાવી શ્રીસંઘના ભાએ અને માંડલ-વીરમગામ-ખંભાત વિ॰ સ્થળેાએથી પધારેલા ગૃહસ્થાની માટી મેદનીવાળી સ્મશાનયાત્રા નીકળી જે રાજનગરના રાજમાર્ગો પર થઇ દુધેશ્વર સ્મશાનભૂમિમાં પધાર્યા અને ગુરૂના દેહને અગ્નિસ’સ્કાર કરી પુનઃ સૌ વિખરાયા. પૂજ્યશ્રીના કાળધમને મહેસવરૂપ ઉજવી ઠેરઠેર અઠ્ઠાઈ મહાત્સવા કર્યો અને સ્મારક તરીકે કેટલાક સ્થળે ચરણપાદુકા સ્થાપન કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com