________________
૧૧૪
કરાવી, ઉપાશ્રયમાં મુનિ કેશરીચંદજીને દીક્ષા આપી. સં. ૧૯૭૦, ૧૯૭૧ ના ચાતુર્માસ અમદાવાદના આંગણે થયા.
આમ દેશવિદેશમાં ઉગ્ર વિહાર કરી વિચરતાં પૂજ્યશ્રીએ અનેક મુમુક્ષુઓને પ્રતિબોધી ધર્મની પ્રભાવના કરી છે. તેઓશ્રીના સમયમાં પણ અન્ય ગચ્છમાં સંવત્સરી પ્રતિક્રમણ અંગે ભારે મતભેદો ઉભા થયા હતા. પરંતુ શ્રી શાશ્વાત પરંપરાને અનુસરીને પૂજ્યશ્રીએ પણ પુનમનું ચામાસી પ્રતિકમણ અને પાંચમનું શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરાવી સન્માર્ગમાં દર્યા હતા.
રાજનગરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની તબીયત લથડી હતી. પરંતુ મહાત્માઓ કદી આ નશ્વર દેહની પરવાહ કરતા નથી પણ મળેલ સમય દરમ્યાન ઉત્કૃષ્ટ આરાધના કરવા તત્પર રહે છે. અમદાવાદના શ્રીસંઘના ગૃહસ્થને પણ પૂજ્યશ્રીની તબીયત અંગે ચિંતા થવા લાગી. વૈદિક અને ડાકટરી એવા સઘળાએ ઉપચારે દ્રવ્યની પરવાહ કર્યા વિના લેવા શરૂ કર્યા. શ્રીસંઘના અગ્રેસરે ને ભાઈઓ પૂજ્યશ્રીની પથારી પાસે જ રાતદિવસ રહેવા લાગ્યા. આ વખતે પિતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમચંદ્રજીગણ આદિ કચ્છમાં વિચરતા હતા. તેથી ગુરૂરાજની હાજરીમાં ન હતા પણ તપસ્વી મુનિરાજ શ્રીજગતચંદ્રજી તથા વિદ્વાન વક્તા મુનિરાજશ્રી સાગરચંદ્રજી આદિ ગુરૂદેવની સુશ્રુષા કરવામાં હાજર હતા. અને જરાપણ કમીના રાખતા ન હતા. છતાં કુદરતે જ્યાં કાળ નિર્માણ કર્યો હોય ત્યાં માનવીનું શું ચાલી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com