________________
૧૧૩
શહેરાના શ્રીસંઘાના ગૃહસ્થા પધાર્યાં હતા. અત્રે પૂજ્યશ્રીને ભારે ધામધુમપૂર્વક સ. ૧૯૬૭ વૈશાખ સુદ ૧૩ આચાય પદ આપવામાં આવ્યું. ત્યાંથી વિહાર કરી આશ્રુતીની યાત્રા કરી પાલનપુર પધાર્યાં. ત્યાંના શ્રીસંઘની ચામાસા માટે સાગ્રહ વિનતિ હાવાથી પેાતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી તથા મુનિરાજ શ્રીકૃપાચંદ્રજી દાણા એને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી પુજ્યશ્રી અમદાવાદ પધાર્યા ત્યાં પુન્યશ્રીને દીક્ષા આપી સ`. ૧૯૬૭ નું ચામાસું કર્યુ. ચામાસું પૂર્ણ થતાં અનુક્રમે માંડલ પધાર્યાં. ત્યાં સ. ૧૯૬૮ નું ચામાસું કયુ. ચેામાસું ઉતરતાં યુગપ્રધાનશ્રીપાદ્મ ચંદ્રસૂરીશ્વરજીમહારાજાના ચરણપાદુકાની ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કરાવી અનુક્રમે શ્રી શખેશ્વર યાત્રાથે પધાર્યાં, ત્યાં પૂજ્યશ્રીએ પેાતાના પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચદ્રજી ઢાણા જૈને અમદાવાદ જવાની આજ્ઞા આપી અને પોતે પાટડી, અજાણા થઇ ધ્રાંગધ્રા પધાર્યા. ત્યાં સ. ૧૯૬૯ નું ચામાસું કર્યું. તે ચામાસામાં ભા. સુ. ૧૦ કચ્છકોડાયમાં શાંતસુધાકર ૫૦ પૂ॰ શ્રીકુશલચંદ્રજી ગણિવરના સ્વર્ગવાસ થવાથી ચેામાસુ ઉતરતાં માગશર સુદ ૬ મુનિ જયશિખરજી તથા પ્રીતિશ્રીને દીક્ષા આપી. પૂજ્યશ્રીની કચ્છમાં જવાની ઈચ્છા થઈ તેથી ત્યાંથી વિહાર કરી હલવદ પધાર્યા. પણ ત્યાં અકસ્માત્ આંખનું કારણ બનવાથી પાછા ધ્રાંગધ્ર પધાર્યા અને સમાચાર મળતાં અમદાવાદથી વિહાર કરી પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ઠાણા ત્રણ ધ્રાંગધ્ર પધાર્યાં. ત્યાંથી અમદાવાદના શ્રીસ ંઘે અમદાવાદમાં પધરામણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com