________________
૧૦૭
તથા આણંદશ્રીજીને દીક્ષા આપી સં. ૧૫૪ નું ચાતુર્માસ સુથરીમાં થયું. ને ભગવતીસૂત્ર વંચાય. ચોમાસું ઉતરતાં પૂજ્યશ્રી મુદરા ગામે આવ્યા. ત્યાંના ખરતરગચ્છના શ્રીસંઘે ખરતરગચ્છના દેરાસરજીમાં મૂળનાયકજી શ્રી મુનિસુવ્રત સ્વામીજી હતા, તેથી કે હેમના કારણે ખસેડી ત્યાં શ્રી મહાવીરસ્વામી ને મૂળનાયક સ્થાપ્યા હતા અને શ્રી મુનિસુવ્રતસ્વામીને પડખે બેસાડ્યા હતા. તે ત્યાંથી ચલાયમાન થઈ જતા હતા તે માટે બહુ પ્રયત્ન કરવા છતાં સ્થિર થતા ન હતા તેની પ્રતિષ્ઠા ગુરૂરાજે કરાવી ત્યારથી સ્થિર થયા અને પૂજ્ય ગુરૂદેવની શક્તિના ગુણગ્રામ ચોમેર એ પ્રદેશમાં પ્રસરી રહ્યા.
ત્યાંથી વિહાર કરી શ્રી ભદ્રેસર તીર્થની યાત્રા કરી અંજાર મુકામે પધાર્યા. અત્રે શ્રીસંઘે ગુરૂદેવની ભક્તિ બહુજ ભારપૂર્વક કરી અને શ્રી સંઘની વિનંતીથી સં. ૧૫૫નું ચાતુર્માસ ત્યાં જ કરવામાં આવ્યું. કચ્છ દેશલપુરના ભાગ્યશાળી શ્રી હધુભાઈની શ્રીભાગવતી પ્રવજ્યા માટેની જિજ્ઞાસા થઈ. શ્રીસંઘનિમંત્રણ પત્રિકાઓ લખવામાં આવી. અને શ્રીઅછાન્ડિકા મહત્સવ શરૂ થયા. સં. ૧૫૫ના ફાગણ વદ ૧૦ બુધવારે શ્રી સંઘની હાજરીમાં દીક્ષા અર્પણ કરવામાં આવી અને હળુભાઈનું નામ મુનિ જગતચંદ્રજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ ભુજ નગર થઈ માંડવી બંદર પધાર્યા. ત્યાંથી ધર્મોપદેશ આપી અનેક મુમુક્ષુઓને પ્રતિબોધતાં માળીઆ, ખાખરેચી, હળવદ થઈ ધાંગધ્રા પધાર્યા. ત્યાં ગચ્છનાયક શ્રીપા ચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચરણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com