________________
૧૦૫
ચાતુર્માસની પૂર્ણાહુતિના અંતે પૂજ્યશ્રી મહીજ, ખેડા, માતર, પેટલાદ થઈ ખંભાતમાં સં. ૧લ્પ૧ ના ચાતુર્માસ ની વિનંતિ માટે પધારતાં શ્રીસંઘે ભારે ઠાઠપૂર્વક સામૈયું કર્યું. શ્રીસંઘે ગુરૂદેવની શદ્ધ પ્રકારે વૈયાવચ્ચ કરી જ્ઞાનામૃત ઝીલી મંદશક્તિઓને સતેજ કરી અને ત્યાં પણ શેઠ કુલચંદ માણેકચંદની વિનંતિથી શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન થતાં જૈન જનેતાએ બહોળા પ્રમાણમાં ગુરૂવાણીને લાભ લીધે. ચોમાસા પછી વિચરતાં પૂજ્યશ્રી માંડળ મુકામે પધાર્યા. ત્યાં ચંદનશ્રીની દીક્ષા ભારે ધામધૂમથી થઈ. સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવનાદિ અનેક ધાર્મિક કાર્યો થયાં.
ત્યાંથી પૂજયશ્રી વિહાર કરતાં ઝીંઝુવાડા થઈ શ્રી શંખેશ્વરજી પાશ્વનાથની યાત્રા કરી છનીઆર ગામે પધાર્યા. ત્યાં તેઓશ્રીના વરદ હસ્તે શ્રીજિનપ્રતિષ્ઠાને મહોત્સવ શરૂ થયે. અને ભારે દબદબાભરી ક્રિયા વચ્ચે મોટી માનવમેદની સમક્ષ પૂજ્ય ગુરૂદેવની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને તે પછી સં. ૧૫ર નું ચાતુર્માસ શ્રી રાજનગરમાં થયું. આ સમયે પણ શ્રી રાજનગરના શ્રીમન્નાગપુરીયતપાગચ્છના ભાઈઓએ પૂજ્ય ગુરૂવાણીને લાભ ઉત્તમ પ્રકારે ઉઠાવીને તપ, જપ, ક્રિયાદિ ધાર્મિકતા વૃદ્ધિગત થાય એવા કાર્યો કર્યા.
પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરી વીરમગામ, માંડલ, પાટડી, બજાણા, ધર્મઠ, ગાડા, ધ્રાંગધ્રા અને ટીકર થઈ કચ્છ પ્રદેશ તરફ પુનઃ પધાર્યા. અને સં. ૧૫૩ નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com