________________
કર્યો. એટલે તેઓએ છોકરાઓને જોવાની ઈચ્છા જણાવી. ભૂદેવે છોકરાઓને રજુ કર્યા, યતિમંડળે જોયા. તે યતિઓ, પૈકી કોટવાલ શ્રીહરચંદ્રજીએ કહ્યું કે મારી સાથે તમે માંડલ ચાલે. ભૂદેવે હા પાડી ત્યાંથી બીજે દિવસે વિદાય થઈ માંડલ આવ્યા. ત્યાંના શ્રાવકેની સલાહ લઈ ત્રણે પુત્રને લેવાની ગોઠવણ કરી અને ત્રણે પુત્રોને સ્વીકારી લીધા. તે પછી વીરમગામથી પં. શ્રીમુકિતચંદ્રજીગણીને બેલાવ્યા. તેમણે ભલુભાઈને સ્વાધીન કરી પિતાના નેહભાવમાં વૃદ્ધિ કરી. ભૂદેવ થોડો વખત માંડલમાં રહી પછીથી પોતાના વતને ગયે. ત્રણે શિષ્યને ક્રમવાર વિદ્યાધ્યયન કરાવવું શરૂ કર્યું. તેમણે પોતપોતાની બુદ્ધિ મુજબ યોગ્ય વિદ્યાસંપાદન કરી. સમય થતાં યતિવર્ય શ્રીહરચંદ્રજીએ બે શિષ્યોને દીક્ષા આપી લખુનું લખમીચંદ્રજી અને કલુનું કલ્યાણચંદ્રજી નામ પાડયું.
સં. ૧૯૨૦ ના પિસ વદ ૧૦ ના રેજ (વાંકડીઆ) વડગામે વિજયા માતા પુત્ર રત્નને જન્મ આપે છે. પુત્રજન્મની ખુશાલીમાં ધાર્મિકકાર્યો ઉપરાંત ગ્રામ્યજનમાં વધાઈ ફેલાતાં આનંદ આનંદ છવાઈ જાય છે. અને પુત્રનું નામ ભલુ રાખવામાં આવે છે એના ગ્રહયોગમાં રાજા યા તે યેગી થવાનું લખાયેલું છે. તે ભલુને ૫૦ શ્રી મુક્તિચંદ્રજી ગણી આવશ્યક, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય વિગેરેને વિદ્યાભ્યાસ કરાવે છે.
આમ અભ્યાસ કરતાં કરતાં ભલુની ઉંમર ૧૬ વર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com