________________
૭૮
અર્થા–એવા સબલ કારણથી ચોમાસામાં શ્રીકાલિકાચાર્યજી દેશનિકાલ થયા. તેથી ત્યાંથી વિહાર કરી પૈઠાણપુર તરફ ચાલ્યા અને પઠાણપુર નગરમાં પોતાના સંઘાડાના સાધુઓને સંદેશ મોકલે કે જ્યાં સુધી હું ત્યાં ન આવું ત્યાંસુધી તમે રહેવા માટે-(પર્યુષણ) નક્કી કરશે નહિં (એટલે ચોમાસું રહેવા માટે હા પાડવી નહિં) પછી વિચરતાં વિચરતાં શ્રી કાલિકાચાર્યજી મહારાષ્ટ્રના પિઠાણપુરે આવ્યા. ત્યાંના રાજા શાલિવાહન (શતવાહન) તથા શ્રી સંઘે મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. તે વખતે આચાર્યે સંઘને કહ્યું કે “આપણે જેવી રીતે ભાદરવા સુદી પંચમીના દિવસે પર્યુષણ પર્વ કરીએ છીએ તેવી રીતે જ કરવાના
છે, તે વાત સર્વે કબુલ કરી પણ શાલિવાહન રાજાએ કહ્યું કે પંચમીના દિવસે તે અમારે ઈંદ્રયાત્રાને મહત્સવ છે માટે છઠ્ઠના દિવસે આપ પયુંષણ કરે. તે સાંભળી શ્રી કાલિકાચાર્યજી બોલ્યા કે પંચમીનું તે મેરૂ પર્વતની ચૂલિકાની જેમ ઉલ્લંઘન થાય નહિં. ત્યારે રાજાએ કહ્યું કે આવતી ચોથના પર્યુષણ કરે. (તે સાંભળી શ્રી કાલિકાચા વિચાર કર્યો કે-એક દેશમાંથી ચોમાસામાં જ વિહાર કરી મારું અહીં આવવું થયું અને હવે પશુષણ આડા ચારેક દિવસ રહ્યા છે તેથી અહીંથી વિહાર થઈ શકે તેમ નથી માટે રાજા કહે તેમ કરવું ઠીક છે. કારણ કે હવે કઈ ઉપાય નથી એમ જાણી ન છૂટકે) આચાર્ય મહારાજે કહ્યું કે “એમ થાઓ” અપવાદે ચોથના પયુંષણ કરીશું.
વિરે ” એ પાઠથી પંચમીના પહેલા દિવસે કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com