________________
રચિતા સંગીત સ્રોતસ્વિની,
........................................................
શ્રી સુમતિ જિન સ્તવન
(વ્હાલુ' વતન મારૂ વ્હાલુ વતન હાં) એ રાહુ. સુમતિ વચન સેવા સુમતિ વચન હાં...
જેથી ટળે છે. કુમતિ રટન હાં...સુમતિ. સંસાર જલધિમાં, ડૂબતા જીવનમાં
પૂરવ પુણ્યે પામ્યા પ્રવહન હાં...સુમતિ. કુમતિના સંગે, અજ્ઞાનના રગે,
જીવે કર્યુ ' આ ભવમાં ભ્રમણ હાં...સુમતિ. સુમતિના સંગી જીવ બની નિ:સંગી,
મુક્તિ વધૂનું દેખે વદન હાં...સુમતિ. કુમતિ લતાને, નાશ કરવાને,
જે છે જગતમાં દવદહન હાં...સુમતિ.
સુમતિથી ઋદ્ધિ, સુમતિથી બુદ્ધિ, સુમતિથી પામે સત્પ્રવચન હાં...સુમતિ.
નૈમિ અમૃતપદ, પુણ્ય પ્રભાવે, કરે પુરન્ધર તેનું મનન હાં...સુમતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com