________________
અત્યારના જૈનધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મેટું રૂપાંતર થવાની જરૂર છે + + + પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ મોટે ભાગે જાણે કે પર્યાપ્ત થતું હોય એમ દેખાય છે. પૂજા કરે તપ કરે, જપ કરે, સર્વ પ્રવૃત્તિથી બને તેટલા પાછા હઠે. સગાં કોનાં અને વહાલાં કેનાં! સમાજ શું ને દેશ શું ? સંસાર માત્ર અસાર છે. જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરે અને ઇન્દ્રિયનું દમન કરે, આ પ્રકારનો આપણા જીવનને નિરસ બનાવે, નિષ્ક્રાણુ બનાવે, મન્ટોત્સાહ બનાવે, એ ઉપદેશ ધર્મગુરૂઓ ચોતરફથી આપી રહ્યા છે. આપણું જીવન સમર્થ બને, ગૃહસ્થાશ્રમ ઉન્નત બને, સમાજ પ્રત્યેને આપણને ફરજ સમજાય, અસત્ય અને અધર્મ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય. આવું કહેવાનું કઈ ધર્મગુરૂને સૂઝતું નથી.”
વાંચા આ શબ્દો વાંચીને તે જરૂર ચમકી જ ઉઠશે પણ વિચાર કરો કે પરમાનંદને ઈન્દ્રિયોના તફાનને અટકાવવા તપસ્યાઓ કરવી, પરમ પુરૂષના શુભ નામની જપમાળા જપવી, ઇન્દ્રિયનું દમન કરવું, પૂજા કરવી ઈત્યાદિ એમને નિરસ લાગે છે. એને મન્દત્સાહ બનાવનાર લાગે છે અને આવો ઉપદેશ ધર્મગુરૂઓને ન આપવા તેનું હૃદય ઈચ્છી રહેલ છે.
આ સર્વથી વાંચક સત્ય સમજી લે કે જૈનત્વને અંશ પણ અરે આર્યત્વને છાજતું ચિહ પણ આમાં ક્યાં જાય છે ? કારણ કે ગૃહસ્થાશ્રમ એને ઉન્નત બને તે માટે તે ગુરૂવરને ઉપદેશ આપવાનું જણાવે છે. ગુરૂવારે અસત્ય ને અધર્મને હટાવવા માટે અનેકવિધ ઉપદેશો આપી રહેલા છે, એ તે સર્વ જાણે છે અને સાથેના તપ, જપ, પૂજા, ઇન્દ્રિયનું દમન ઈત્યાદિ ઉપદેશ એને ન ગમે એના તરફ અણગમે કરાવાય અને ગૃહસ્થાશ્રમ એમને ઈષ્ટ લાગે એનું જ મંડળ કરાય, અને તેમાં ખૂબ રાસાયમાચાય, આતે ભવાભિનંદીની હદ કે બીજું કંઈ જેનાથી અનેક તીર્થકરાએ નીરસ જીવન મીટાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com