________________
૨૪
છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ ૩ ચરણકરણનુગ ૪ કથાનુયોગ.
દ્રવ્યાનુયોગમાં ઉપર કહ્યા પ્રમાણે દ્રવ્યોની વ્યાખ્યા-પદાર્થોની સિદ્ધિ બતાવવામાં આવી છે. ગણિતાનુગમાં ગ્રહ, નક્ષત્ર, તારા, પૃથ્વીનાં ક્ષેત્રો વિગેરે સંબંધી વર્ણન છે.ચરણકરણનુગમાં ચારિત્રઆચાર-વિચાર વિગેરેનું વર્ણન છે. જ્યારે કથાનુયોગમાં મહાપુરૂષોનાં ચરિત્રો વિગેરે છે. સમગ્ર જૈન સાહિત્ય-જૈન આગમ આ ચાર વિભાગમાં વિભકત છે. આની વ્યાખ્યા-વિવેચન પણ આવશ્યકીય છે; પરતુ નિબંધ ટૂંકમાં જ પતાવવાને હાઈ તે વિવેચન મૂકી દેવામાં આવે છે અને અનુરોધ કરવામાં આવે છે કે ઉપર્યુકત છ દ્રવ્ય વિગેરેનું વિસ્તારથી વિવેચન જેવાની અભિલાષા ધરાવનારાઓએ, સતત, રત્નાકરાવતારિકા એવં ભગવતી આદિ ગ્રંથમાં જેવું.
નવ તરવ–
જેનશાસ્ત્રોમાં નવ ત માનવામાં આવેલ છે. તેનાં નામો આ છે -૧ જીવ. ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૮ મોક્ષ.
૧ જીવ-જીવનું લક્ષણ રેતનારનો કાઃ એમ કહી શકાય. જેમાં ચિતન્ય છે. એ જીવ છે. આ જીવના મુખ્ય બે ભેદો છે. ૧ સંસારી અને ૨ મુક્ત. મુક્ત તે છે કે જેઓ સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધ-નિરંજન-પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે જે મેક્ષમાં ગયેલા અથવા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા. આ સંબંધી વર્ણન પ્રારંભમાં ઈશ્વરના પ્રકરણમાં કરવામાં આવ્યું છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com