________________
જ્ઞાનધાર સ્વરૂપ ” કહે છે. ત્યારે હવે કહેવું જ શું ? અનેકાન્તવાદે સ્થાન મેળવ્યું. એવી રીતે કોઈ જ્ઞાનને “ દ્રવ્ય સ્વરૂપ માને છે, તે કોઈ “ ગુણસ્વરૂપ' કોઈ જગતને “ભાવસ્વરૂ૫' કહે છે તે કોઈ “ શૂન્યસ્વરૂપ” ત્યારે તે “ અનેકાન્તવાદ” અનાયાસ સિદ્ધ થયે.”
આવી જ રીતે કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક વખતની વ્યાખ્યાનમાં સ્વાદ સંબંધી કહ્યું હતું કે –
“સ્યાદાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સહામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સબંધ રાખતા નથી.એ નિશ્ચય છે કેવિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિં. આ માટે “ સ્યાદ્વાદ ”ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્વાવાદને કેટલાકે સંશયવાદ કહે છે, એ હું નથી માનતે. સ્યાદાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઇએ; એ અમને શીખવે છે. ”
( આ પ્રમાણે થrarદ સંબંધી ટૂંકમાં વિવેચન કર્યા પછી હવે હું જૈનદર્શનમાં માનેલ છ દ્રવ્ય સંબંધી સંક્ષેપમાં વિવેચન કરીશ.
છ દ્રશ્ય--
જૈનદર્શનમાં છ દ્રવ્ય માનવામાં આવેલ છે. જેનાં નામો આ છે -૧ ધમસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com