________________
અહિં અસ્થાને છે, પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ ઉપયોગી કે જરૂરની નથી. આપણે ખેરાક નિરામિષ હેય, બળવર્ધક હોય, અને આરોગ્ય રક્ષક હોય. ”
વાંચક નિરામિષ શબ્દને અર્થ સમજાય છે કે? નિરામિષ એટલે માંસ સિવાયનું અર્થાત માંસ સિવાય ગમે તે આહાર બળપિષક ખાવો જોઈએ કે જેમાં બટાકા આદિ કંદમૂળ, મધ, માખણ, મદિરા આદિ અનેક નિષિદ્ધ પદાર્થોને સમાવેશ થાય છે. આવા પ્રકારની તદ્દન અનુચિત તેમજ પૂ. શ્રી ધર્મશાસ્ત્રોથી તદ્દન વિપરીત રીતે કાંઈ પણ દલીલ વિના, અર્થશૂન્ય પ્રલાપ કરીને, બેલગામ વચને ઉચ્ચારીને પરમાનંદ પરમપૂજ્ય શાસન પ્રભાવક, પરમારાધ્ય પૂર્વાચાર્યો જેવા કે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, વાચકવર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય તેમજ બીજા પણ અનેક સર્વમાન્ય મહાત્મા પુરૂષોના વચને ઉપર પાણી ફેરવવાને અતિ બાલીશ પ્રયત્ન કરવા સાથે પિતે પિતાની મેળે જ જૈનત્વથી દૂર થઈ જાય છે એ સહુ કોઈ સમજી શકે તેમ છે.
“રાત્રિભજન નિષેધન નિયમ ગમે તેટલી અગત્યનો હેય, પણ વિદ્યાર્થીને માટે આ નિયમમાં અપવાદ કરવો જ જોઈએ, અને તેઓને ક્રિકેટ, કુટબોલ, મલકુસ્તી, મલખમ, લેઝમ વિગેરે રમત અને કસરત તરફ ધકેલવા જ જોઈએ.”
ઉપરના લખાણથી પરમાનંદ રાત્રિભોજન નિષેધમાં પણ બીલકુલ માનતા ન હોય એમ જણાય છે. તેમણે રાત્રિભોજનનો નિયમ ગમે તેટલી અગત્યને હેય’ એમ લખીને પણ રાત્રિભોજનના નિયમની અગત્યતા સ્વીકારવાને દંભ જ કર્યો હોય એમ તેમના પછીના લખાણ ઉપરથી જણાય છે. ધર્મના સંસ્કારે બાલ્યવયમાંથી જ વિદ્યાર્થીઓ ઉપર પાડવામાં આવે તો તે ભવિષ્યમાં કાયમ ટકી રહે એ વાતને જાણ્યા પછી પણ અત્યંત ઉપયોગી, રાત્રિભોજનના ત્યાગમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com