________________
શ્રી પંચકલ્યાણક પૂજા. આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય (પકવાન્ન) વગેરે દરેક વસ્તુના આઠ આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રીયા ઊભા રાખવા, આઠ કળશ પંચામૃતના ભરવા, આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ), અક્ષત (ખા) પ્રમુખ વસ્તુઓ જોઈએ. કદાપિ તે પ્રમાણે જોગ ન બને તેમ હોય તે એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય.
વિધિ . ૧ પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી સ્નાત્રીયા નિર્મલ જળથી ભરેલા કળશ કેબીમાં રાખી, કેબી હાથમાં લઈ પ્રભુ આગળ ઊભા રહે. પછી પૂજા ભણાવી છેલ્લે કાવ્ય-મંત્ર કહી જળપૂજા કરે.
૨, બીજી પૂજામાં પખાળ ને આંગલુછણા થયા પછી કેશરની કચોળી (વાટકી) ર૩બીમાં રાખી, કેબી હાથમાં લઈ ઊભા રહે. પૂજા ભણ્યા પછી, કાવ્ય-મંત્ર કહી ચંદનપૂજા કરે.
૩. ત્રીજી પૂજામાં કેબીમાં કુસુમ (કુલ) લઈ ઊભા રહે, પૂજા ભણાઈ રહે એટલે કાવ્ય-મંત્ર બોલી પ્રભુજીને કુસુમ (પુષ્પ) ચડાવે
૪. ચોથી પૂજામાં ધૂપધાણું રેકેબીમાં રાખી,હાથમાં લઈ ઊભા રહે. પૂજા ભણાવ્યા બાદ કાવ્ય-મંત્ર કહી પ્રભુજીની ડાબી બાજુ ધૂપ ઉવેખે.
૫. પાંચમી પૂજામાં મૌલીસવ પ્રમુખની વાટ(દીવેટ) કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com