________________
વાથી ટળી ગયો. તે વખતે પ્રતિષ્ઠા મહોત્સવમાં ગોધાવીના સંધની આમંત્રણ પત્રિકાથી છ સાત હજાર જેને ભેગા થયા હતા. આચાર્ય અજીતસાગરસૂરિ તથા પ્રવર્તકશ્રી ઋદ્ધિસાગરજી તથા પન્યાસશ્રી મહેન્દ્રસાગર ગણ વિગેરે સાથે હતા. તે વખતે પેથાપુરનો સંધ ચોમાસાની વિનંતિ કરવા માટે ગોધાવી આવ્યો, અને પેથાપુરના સંધની વિનંતિ માન્ય કરી, જેઠ વદ ૩ ન રોજ ગોધાવીથી વિહાર કરીને થલતર ગામમાં પ્રવેશ કર્યો. શેઠ અમરતલાલ કેવલભાઈ કે જેમણે ગૌતમસ્વામી મહારાજની પ્રતિષ્ઠા કરાવાનું બધું ખર્ચ ઉપાડી લીધું હતું અને ગૌતમસ્વામીને ગાદીએ બેસાડ્યા હતા. તેમની તરફથી થલતરમાં નવકારશી થઈ. ત્યાંથી વિહાર કરીને અમદાવાદના જૈન સંઘના આગ્રહથી તથા ઝવેરી. મોહનલાલ હિમચંદના સુપુત્ર મણિલાલ મોહનલાલના આગ્રહે તેમના શાહિબાગના બંગલામાં મુકામ કર્યો, અને સંધના આગ્રહથી તથા આચાર્ય શ્રી અજીતસાગરસૂરિના આગ્રહથી જેઠ વદિ ૪ ના રોજ અમદાવાદના આંબલી પિળના ઉપાશ્રયે પ્રવેશ કર્યો અને ત્યાંના જૈન સંઘને બંધ આયે, પશ્ચાત જેઠ વદિ ૫ મે શાહીબાગના બંગલે આવવાનું થયું. ત્યારપછી જે વદિ છ સાબરમતી સ્ટેશનના બંગલામાં આવવાનું થયું. સાબરમતીના બંગલામાંથી વિહાર કરી કૂબા ગામમાં પ્રવેશ કર્યો અને ત્યાં બે દિવસ રહી જેનોને બોધ આપે. જે વદિ ૯ ના રોજ ઈદડા આવવાનું થયું અને વદિ ૧૦ ના રોજ પેથાપુરની બહાર આવીને મેતા સાકરચંદ કાળીદાસની ધર્મશાળામાં મુકામ કર્યો. મુંબઈથી મુંબઈના દાક્તર કૂપરે અમારા શરીરની નબળી સ્થિતિથી આયુષ્ય સંબંધી ભય બતાવ્યો હતો. તેથી કેટલાક ભક્ત શ્રાવકે દિલગીર થયા હતા, પણ અમને તે તેથી ધર્મ કાર્યો ઝડપથી કરવામાં ઘણે ઉત્સાહ થયે, અને આયુષ્ય સંબંધી એક પળને પણ વિશ્વાસ રાખ્યા વિના આત્માની શુદ્ધતા કરવા ઘણે ઉપયોગ જાગ્રત થા, અને તેથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરતાં અધ્યાત્મ ગીતા રચવાને મનોરથ થયો અને તેથી અધ્યાત્મ ગીતા રચ વાની શરૂઆત કરી અને શ્રાવણ સુદિપને રાજ રચીને પૂર્ણ કરી. તે પછી આત્મા ની સમાધિના ઉપયોગથી પિતાના આત્મહિતાર્થે આત્મસમાધિશતક નામને ગ્રંથ રચ્યો, અને શ્રાવણ સુદ સાતમે પૂર્ણ કર્યો. અધ્યાત્મ ગીતામાં આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમાં પર૯ શ્લેક છે. આત્મ સમાધિ ગ્રંથમાં એક શત ઉપર વિશ લેક છે અને તેમાં સમાધિનું શુભ વર્ણન કરવામાં આવ્યું છે. સમાધિ મરણ કેવી રીતે થાય તેનું જ્ઞાન જણાવ્યું છે એ બે ગ્રંથમાં જૈન શાસ્ત્ર શૈલી વિરૂદ્ધ કંઈ લખાયું હોય તો તેને ગીતાર્થ પુરૂષો સુધારો કરશે. ત્યારબાદ છવષ્પબેધ, આત્મસ્વરૂપ, પરમાત્મદર્શન, અન્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com