SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિ. સં. ૧૯૮૦ ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ માણસામાં ત્યાંના સંધના આગ્રહથી મોટા દેરાસરમાં પરધર વિગેરેની પ્રતિષ્ઠા કરીને પેથાપુરના સંઘના આગ્રહથી શેઠ કૌઆ મેતાના ઉજમણા ઉપર જવા માટે વૈશાખ સુદિ ૧૨ ના રોજ માણસાથી વિહાર કર્યો અને સુદ ૧૪ ના રોજ પથાપુરમાં પ્રવેશ કર્યો અને ઉજમણું શાંતિસ્નાત્ર વિગેરેમાં ભાગ લીધા બાદ ગોધાવી ગામના સંધના અત્યંત આગ્રહથી શરીર નરમ છતાં પણ ગોધાવી તરફ વૈશાખ વદિ ૯ ના રોજ વિહાર કર્યો–વદિ ૯ ના રોજ ઈંદ્રોડામાં પ્રવેશ કર્યો અને વદિ ૧૦ ના રોજ વિહાર કરીને અડાલજમાં પ્રવેશ કર્યો. અડાલજના પટેલ વિગેરે લોકોને દયાધર્મને ઉપદેશ આપ્યો અને ત્યાં દુષ્કાળને લીધે ગાયો વિગેરે રીબાતી હતી તેથી પશુઓના રક્ષણના માટે ઉપદેશ આપી વ્યવસ્થા કરાવી. ત્યાંથી વદિ ૧૧ ના રોજ વિહાર કરીને આંગણજમાં પ્રવેશ કર્યો. આંગણુજના સંઘે સેવા ભક્તિમાં ખામી રાખી નહીં. ત્યાં શેઠ ચીનુભાઈ માધુભાઈના બંગલામાં રહેવાનું થયું. અમદાવાદથી શેઠાણી ગંગાબેન તથા શેઠ મણિભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ તથા સરસ્વતિ બેન તથા મુક્તા બેન શેઠાણું તથા શેઠ વીરચંદભાઈ ગોકળભાઈ ભગત વિગેરે શ્રાવકે ત્યાં વાંદવા આવ્યા હતા. શેઠ મણિભાઈ દલપતભાઈના ઉપર મુંબઇમાં ફોજદારી કેસ ચાલતો હતો. તેથી તેઓ ચિંતામાં હતા. તેમને દેવ ગુરૂધર્મની ભક્તિમાં અડગ–શ્રદ્ધાળુ રહેવાથી સંકટ ટળી જશે એમ જણાવ્યુ અને વૈશાખ વદિ ૧૨ ના રોજ સીલજ ગામમાં પ્રવેશ કર્યો. સીલજ ગામમાં ઉપાશ્રયની ઘણી જરૂર હતી, તેથી ત્યાં ઉપાશ્રય કરવાને ઉપદેશ આપે. અને ત્યાંથી વિહાર કરીને વૈશાખ વદિ ૧૩ ના સવારમાં ગોધાવી ગામમાં પ્રવેશ કર્યો. ગોધાવીમાં શ્રી મહાવીર પ્રભુના સામુ શ્રી ગૌતમ સ્વામીનું દેરાસર અમારા ઉપદેશથી સંઘે બનાવ્યું હતું અને તેમાં શ્રી ગૌતમસ્વામીની નવી મૂર્તિ બનાવી હતી અને તેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરવાની હતી. અમે એ જેઠ સુદિ ૫ ના રોજ અંજન શલાકા કરી અને જેઠ સુદિ ૭ ના રોજ સવારમાં પ્રાતઃ કાળમાં શ્રી ગૌતમસ્વામી મહારાજને (ગણધરને) ગાદીએ બેસાડ્યા તે વખતે સૂરિમંત્ર વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરી, વિચાર મતભેદ આદિ કારણેથી ગોધાવીના સંધમાં કંઈક મતભેદ હતો તે પણ શ્રી ગૌતમ સ્વામી ગણધરને ગાદીએ બેસાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034989
Book TitlePanch Granth Sangraha - Adhyatma Gita - Aatmsamadhi Shatak - Jivakprabodh - Aatmaswarup - Parmatma Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages206
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy