________________
તરંગવતી
---------
દુઃખભરી વાર્તા સાંભળવાની! પૂર્વનાં કર્મ, વખત જતાં પાકીને કેવાં કડવાં ફળ આપે છે! પણ બેન ! ધીરજ ધર, દિવ તારા ઉપર કૃપા કરશે અને તારા એક વારના સ્વામી ભેળી તને કરશે. આવાં પ્રિય આશ્વાસનનાં વાકયે બેલીને સારસિકાએ મને શાન્ત કરવાના પ્રયત્ન કર્યા અને પાછું લાવીને મારી આંસુભરી આંખે જોઈ નાંખી. પછી અમે કેળાની એ કુંજમાંથી નિકળીને ચાલ્યાં અને જે જગાએ મારી માતા સ્ત્રીઓના સાથને લઈ આનંદ ઉડાવતી હતી ત્યાં ગયાં. મારી માતા તળાવને કિનારે હતી ને ત્યાં સૌના સ્નાનને માટે વ્યવસ્થા કરતી હતી. હું તેની પાસે ગઈ. મારી આંખે રાતી અને મારું મેં ફિકકું જોઈને તરત જ તે ગભરાએલા અવાજે બોલીઃ “બેટા, તને આ શું થયું? આ બાગના આનંદ-મેળામાં તને દુખ જેવું શું લાગ્યું? તારું માં કરમાઈ ગયેલી કમળમાળા જેવું કેમ દેખાય છે ?” શેકને લીધે આંસુભરી આંખે વહેતાં હતાં મેં ઉત્તર દીધઃ “મા, મારું માથું દુખવા આવ્યું છે.' તરત જ મારી મા ઉછળી ઊડીને બેલી:–“દીકરી, ત્યારે તું ઘેર જ ! હું પણ તારી સાથે જ આવું છું. તને, મારા આખા ઘરનાં મેતીને દુઃખભરી દશામાં એકલી શી રીતે મકલું ?' મારા ઉપરના સનેહને લીધે એણે બધી વાતે પડતી મેલીને ઘેર જવાની તૈયારીઓ કરી નાંખી અને નારીમંડળને ધીમે રહીને એણે કહ્યું: “જ્યારે તમે નાહી રહે અને જમી રહે ત્યારે પાછળથી ધીરે ધીરે ઘેર આવજે કાઈક જરૂરનું કામ આવી પડવાથી હું તે હમણાં જ જાઉં છું. તમે આનંદે કામ પતાવજો ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com