SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૮૩ = શેલાથી મુગ્ધ બની અંદર પિઠાં. શરદઋતુએ બાગનાં વિવિધ ફૂલેને સુંદર ખીલાવ્યાં હતાં. જાણે ફૂલે ફૂલે ભમરે ભમતું હોય તેમ હું તે ભમવા લાગી અને પક્ષીઓનાં હજારે તરેહના ગાનથી મારા કાનને પરિતૃપ્ત કરવા લાગી. જેમ જુગારી પોતાની મૂડ હારી બેસે ને રમતને તેને જેસ ભાંગી જાય તેમ વસંતને આરંભે જેના સુંદર પીછાં ખરી પડ્યાં છે એવા મેર સંગની આતુરતા વિના જ ફરતા જોયા. વળી કેળના અને તાલના માંડવા અને બાળકને ખેલવાની કુંજે અને એવી એવી ઘણી જગ્યાએ બાગમાં જોઈ. ફૂલને લીધે સફેદ થઈ ગયેલાં સમપર્ણનાં ઝાડ પાસે રાતાં અશેકવૃક્ષ અને આસમાની માણવૃક્ષ હતાં. ચાલતાં ચાલતાં એક સુંદર સતપણનું ઝાડ અમારી નજરે આવ્યું. એ ચારે બાજુએથી, ફૂલશણગારના ભારવડે લચી ગયું હતું. ફૂલથી સફેદ થઈ ગયેલી એની ડાંખળીઓ મધમાખીઓનાં ટેe થી નમી ગઈ હતી અને જાણે કાળા રંગને પોષાક ચઢાળ્યું હોય એવું દેખાતું હતું. વળી પવનવડે જે કૂલ ભોંય ઉપર પડી ગયાં હતાં તેને ઘેલછાએ ચઢેલા કાગડા સફેદ માખણના ઉંચા માની ઉપાડી ઊડતા ફરતા હતા. એ ઝાડ ઉપરથી નારીના સ્તન જેવડું મેટું ને ચાંદીના વાડકા જેવું સફેદ એક ફૂલ મેં ચૂંટયું કે તરત જ મધ ચુસનારી માખીઓનું એક ટેળું, કમળ ઉપર બેસવાની લાલસાએ કમળના ઘાટના અને કમળના જેવા વાસ આપતા મારા મોં તરફ ધસી આવ્યું. મેં ઉપર એ મધમાખી બેસવા જતી હતી, તેમને મેં મારે મૃદુ હાથ વડે વારી; પણ મારા હાથ તો જાણે કમળ પર એપતા મારના ઘાટના : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy