________________
વિશાદાન
: ૨૯ ઃ
ચરણકમલમાં સદા લીન થવાને ઈચ્છું છું. મિષ્ટાન પ્રાપ્ત થતાં સ્વચ્છ ભજન કોને ભાવે ? અને તે શ્રીપાદલિતગુરુની નિરંતર સેવા કસ્વા લાગે.
એક વખત ગુરુ અષ્ટાપદ વગેરે તીર્થોની મુદ્દત માત્રમાં યાત્રા કરીને પાછા આવ્યા, ત્યારે અન્ય સાધુઓ ત્યાં હાજર નહિ હેવાથી નાગાર્જુન તેમની સેવામાં હાજર થયા અને અતિ ભક્તિભાવથી તેમના ચરણે ધવા લાગ્યો. પછી તે ચરણોદક પરઠવવા ચાલ્ય. ત્યાં એકાંતમાં જઈને તે ચણેદકને બરાબર સંધ્યું તથા તેને સ્વાદ પણ ચાખી જે. એ રીતે ચરણદકની વાસ તથા તેના સ્વાદ પરથી તેણે તેમાં વપરાયેલી ૧૦૭ ઔષધિઓ શોધી કાઢી. પછી તે ઔષધિઓને લેપ કરી પિતાના પગે પડીને ગુરુની માફક ઊવાને આરંભ કર્યો, પણ તેમાં જોઈએ તેવી સફળતા મળી નહિ; એટલે કે થોડુંક ઊડીને તે નીચે પડ્યો. આમ છતાં તે હિમ્મત હાર્યો નહિ, તેણે ફરી ઊડવાનો પ્રયત્ન કર્યો અને ફરી વાર પણ તે જ હાલ થયા. આ રીતે ઉડાઉડ કરતાં તે ધીબોધીબ કુટાયે, એટલે મનમાં વિચાર કરવા લાગે કે રખેને કોઈ વિધિમાં ન્યૂનતા રહી ગઈ હોય!” એટલે જે ઔષધિ જે કાલે અને જે નક્ષત્રે લાવવી ઘટે તે કાલે અને તે નક્ષત્રે લઈ આવ્યો અને તેને લેપ તૈયાર કરી પગે લગાડીને ઉડવા લાગે, પરંતુ તે જરા ઊંચે ગયો ન આ ગયે કે ચકરી ખાઈને એક ઊંડા ખાડામાં ગબડી પડે કે જેમાંથી - બહાર નીકળતાં ઘણી મુશ્કેલી પડી. ' .
. પછી તે ગુરુ આગળ ગયો કે ગુરુએ કહ્યું: “અહે! ગુરુ વિમા પણ પાદપ સિદ્ધ થશે કે શું? ” ત્યારે તેણે હસીને ઉત્તર આપે કે
ગુરુ વિના સિદ્ધિ ન થાય પણ મેં મારા બુધ્ધિબળની પરીક્ષા કરી છે. તેના આવા સત્ય ઉત્તરથી ગુરુ પ્રસન્ન થયા અને બોલ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com