________________
': ૧૯ :
મથુરા અને પાટલિપુત્રમાં અવાજ કર્યો. મતલબ કે “તમે કુકડા થયા છે, તે હું બિલાડી જેવો તમારી સામે ઊભેલો છું.” પછી ગુરુએ દ્વાર ઉઘાડતાં તે વાદીઓ અંદર આવ્યા અને તેમની ભવ્યાકૃતિને વંદન કરતાં બોલ્યા કે અહો તમારી પ્રત્યુત્પન્ન પ્રતિભા ! બાલભારતી ચિરંજીવ !' ત્યાર બાદ વાર્તાલાપ થતાં તે વાદીઓએ ગુરુને જીતવાની ઈચ્છાથી એક દુર્ઘટ પ્રશ્ન પૂછ્યું કે
'पालितय कहल फुड, सयलं महिमंडलं भमतेण । दिह्रो सुओ व कत्थवि, चदणरससीयलो अग्गी ?॥'
હે પાદલિપ્તક ! સમગ્ર મહીમંડળમાં ફરતાં તમે અગ્નિને ચંબના રસ જે શીતળ કઈ સ્થળે સાંભળ્યો કે જે હેય તે અમને સ્પષ્ટ કહે.”
ગુરુએ તરત જ ઉત્તર આપે કે – "अयसामिउंग अभिदूमियस्स पुरिसस्स सुद्धहिययस्स । દર વહેતર હું ચંપારણીય માળ .”
અપકીર્તિના અભિયોગથી દુઃખી બનેલા અને શુધ્ધ હલ્યવાળા પુરુષને દુઃખ વહન કરતી વેળા અગ્નિ ચંદનના રસ જે શીતળ લાગે છે.” આ સાંભળી સંતોષ પામેલા વાદીઓએ તેમની સ્તુતિ કરી કે તમે સાક્ષાત બૃહસ્પતિ છે અને બ્રાહ્મી ધન્ય છે કે જે તમારા વહ્મકમલમાં વાસ કરે છે. પછી તેઓ સ્વસ્થાને ગયા.
શત્રુંજયની યાત્રા મથુરા અને તેની આસપાસના પ્રદેશોમાં લાંબા સમય વિચર્યા પછી શ્રી પાદલિપ્તગુરુએ મરૂભૂમિ તરફ વિહાર કર્યો અને ત્યાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com