________________
પપુરા અને પાટલિપુરમાં
: ૧૭ : પર સ્થાપતાં મુખ આગળ સુભતી રાખીને કહેવા લાગ્યા કે બહે ભગવન્! આપના આદેશને ઈચ્છું છું.'
ગુરુએ કહ્યું: “હે વત્સ! ગંગા કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને કહે.'
એ પ્રમાણે ગુરુને આદેશ મળતાં તે ઉપાશ્રય બહાર નીકળ્યો અને ગુરુને પ્રશ્ન અનુચિત છે, તેમ જાણવા છતાં તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને એ બાબતને ખુલાસો પૂછ્યું અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરુષને પ્રશ્ન કર્યો કે “હે ભદ્ર! ગંગા કઈ દિશા ભણી વહે છે?” ત્યારે તે પુરુષે જવાબ આપે કે “પૂર્વાભિમુખ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર પૂછવા છતાં એકજ જવાબ મળે, તે પણું વધારે ખાતરી કરવા તે નવદીક્ષિત શિષ્ય ગંગાના પ્રવાહ આગળ ગયો અને પિતાના હાથમાં રહેલે દંડ પાણીના પ્રવાહમાં મૂકો, તે વખતે દંડ પૂર્વ તરફ તણાયે. આથી તેને પૂરેપૂરી ખાતરી થઈ કે ગંગા પૂર્વાભિમુખ વહે છે. પછી તેણે ઉપાશ્રયમાં આવી ઈરિયાવહી પૂર્વક પિતાના ગમનાગમનાદિ દોષની આલોચના કરીને ગુરુને જણાવ્યું કે “ગંગા પૂર્વાભિમુખ વહે છે. આ બધે વૃત્તાંત ચરપુરુષે દારા રાજના જાણવામાં આવ્યું, એટલે તેણે કહ્યું કે “ખરેખર, રાજકુવી કરતાં ગુરુકુળમાં વધારે વિનય રહે છે. તે ઉપરથી કહેવાય છે કે– "निवपुच्छिएण भणिउ गुरुणा गंगा कुउमुही वहा । संपाइय वंसी सेो जह तह सव्वच्छ कायव्वं ॥"
“રાજાના પૂછવાથી ગુરુએ શિષ્યને પૂછ્યું કે ગંગા કઈ તરફના મુખે વહે છે, ત્યારે તેણે જેમ કર્યું તેમ સર્વત્ર કરાવું જોઇએ.
આ રીતે પાટલિપુત્રમાં જૈન શાસનની ભાવના કરીને શ્રી માલિત સૂરિ પાછા મથુરા આવ્યા અને ત્યાં રહેલા સુપાર્શ્વજિન તથા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com