________________
* ૧૮૪ :
Read
નેહી જેડા ઉપર મેં આ શું દુઃખ આડ્યું !” પતિ હજી જીવતે છે એ ભ્રમમાં એણે મારું બાણ ઘામાંથી ખેંચ્યું. એટલામાં તે હાથી અદશ્ય થઈ ગયે. મેં એ પંખીને ત્યાંથી ઉપાડી રેતીને કિનારે મૂકે અને પછી થોડી વારે સહાનુભૂતિ સાથે એને અગ્નિસંસ્કાર કર્યો, પણ એટલામાં તે મેં જે અગ્નિ સળગાવ્યું હતું તેમાં એની ચક્રવાકી પિતાના સાથીના સ્નેહબંધનથી તણાઈને પડી અને એની સાથે બળી મૂઈ. એ જોઈને મને ભયંકર પરિતાપ થયે (ને વિચાર આવ્યો) આવાં સુખી જેડાને મેં શા માટે નાશ કર્યો !” હું વિલાપ કરવા લાગ્યાઃ “અમારા કુળધર્મના નિયમ મેં પાળ્યા છે અને છતાંયે, અરેરે, આજે આ બીજને નાશ કર્યો. આવા વિહારથી અને આવા કુળધામથી મને તે તિરસ્કાર છૂટે છે. મારાથી આવું જીવન જીવાય શી રીતે? આ જીવન કરતાં તો મરવું ભલું ! આમ આપઘાત કરવાની મને પ્રબળ ઈચ્છા થઇ આવી અને તેના આવેશમાં મેં પણ ચક્રવાકીની પાછળ અવિનમાં પડતું મેલ્યું ને મારાં પાપી શરીરને બાળીને ભસ્મ કર્યું. હું મારાં કુળધમને સખ્ત રીતે વળગી રહ્યો હતો અને વળી મને મારા. કમને પસ્તાવે થયે હતું, તેમ જ મારા જન્મની અપૂર્ણતાથી ખેદ થયું હતું. આ કારણથી પશ્ચાત્તાપને લીધે પ્રાપ્ત થએલા શુભ કામના ફળથી એ શરીરને નાશ થતાંની સાથે જ નરકમાં પડવાને બદલે, ગંગા નદીને ઉત્તર કિનારે એક ધનવાન વ્યાપારીને ત્યાં મારો જન્મ થયે. અનેક ખેડૂતેની વસ્તીવાળ, ફળદ્રુપતાએ વખણાએલે અને ઉત્સથી ભર
વળગી ર તે જાતાપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com