________________
તરંગવતી
: ૧૭૫ :
મ્હાંને શેલાવતા ચૂર્ણને લુછી નાખ્યા. મારા સ્વામી પણ સ્વસ્થ થઈ ગયા. એમણે જોડા ઉતારી દીધા ને ફૂલ મૂકી દીધાં કારણ કે ભભકાભેર પેશાકે મહાપુરુષ પાસે જવુ` શેાલે નહિ, પછી અમે ઉતાવળે ઉતાવળે એમની તરફ ગયાં, અને કઇંક દૂરથી માથું નમાવી પૂજ્યભાવે, પણ શાન્તિથી, અમૂલ્ય રત્નની પેડે એમને નિહાળવા લાગ્યાં. પછી અમે જરા વધારે નજીક ગયાં અને માયા, મદ, માહ આદિથી વિરક્ત, શુભધ્યાનમાં સંલગ્ન, શરીર તરફ પણ અનાસક્ત એવી એ ધમૂર્તિના ચરણમાં અમે અમારી કરાંજલિ અર્પણ કરી. ક્ષણભર અમે પણ એમની આગળ, અન્યગ્ર મનવાળા થઈ, શાન્તચિત્તે ધ્યાન ધરીને બેઠા અને પછી જ્યારે પેાતાના ધ્યાનમાંથી મુક્ત થઇ, એમણે પ્રશાન્તદૃષ્ટિએ અમારી તરફ જોયુ ત્યારે અમે ઊભા થઇ વિનયભાવે એમને ત્રણ વાર વંદન કર્યું. આ પ્રમાણે વંદન અને નમન કરીને, તપાગુણુને ઉત્કર્ષ ઇચ્છીને એમના શરીર અને જીવનયાત્રાના કુશળ પ્રશ્નો પૂછ્યા. એના જવાબમાં તેમણે આશીર્વાદ આપીને કહ્યું કે ‘જ્યાં જવાથી જગતનાં બધાં દુઃખાના આંત થાય છે અને અતુલ તથા અક્ષય સુખ પમાય છે એવુ જે નિર્વાણુસ્થાન તે તમને પ્રાપ્ત થાઓ.' તેમને એ આશીર્વાદ અમે અતિ નમ્ર અને શ્રદ્ધાળુ ભાવે મસ્તકે ચઢાવ્યે અને પછી જરા અને મૃત્યુની પેલી પાર લઈ જનાર કલ્યાણુકારક ધના ઉપદેશ આપવાની પ્રાથના કરી. એના ઉત્તરમાં તેમણે જીવ-આત્માનાં બંધન અને મેાક્ષ વિષે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ધીરેધીરે સરળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com