________________
તરંગવતી
આંખે મારા સ્વામીના હાથ ઉપર પડી. એમના એ હાથ (લૂંટારાની ગુફામાં) બહુ સખત બંધને બાંધ્યાથી સોરાયા હતા ને તેથી જુદી જ જાતના દેખાતા હતા. વળી સુજી પણ ગયા હતા, તેથી એણે કહ્યું: “ રણક્ષેત્રમાં ઉતરેલા જોધાના જેવા તમારા હાથ હાથીની સૂંઢ સમાન બળવાન છે અને સાથે સાથે અનેક ઘાથી જુદા જ પ્રકારના ને સુજેલા દેખાય છે એવું જે મેં સાંભળેલું તે વાત ત્યારે ખરી કે તરત જ, અમે કેવાં કેવાં ભયંકર દુઃખ લુંટારાની ગુફામાં) વેઠયાં હતાં એ એને કહી બતાવ્યું. પછી ગામમાં સૌથી સારે ઘેર એ અમને આરામ થાય એટલા માટે લઈ ગયે. એ ઘર બ્રાહ્મણનું હતું. બ્રાહ્મણ અમારી સાથે સંબંધ રાખી શકે એવી સ્થિતિના અમે હોવાથી એ બ્રાહ્મણ કુટુંબમાં (બ્રાહ્મણ)સરખે આદર પામ્યાં. પાણના કરવા વાપરી શકયાંક વળી હાથ ધોવાને ચોકખું પાણું મળ્યું અને પછી તરત જ સ્વાદિષ્ટ ભજન અમને જમાડયાં. અમે ઉપકાર માન્યો કે અમને આવી પ્રભુની. પ્રસાદી મળી. અમે હાથ મેં ધોઈને અમારા પગના ઘામાં ગરમ ઘી મૂક્યું, અને ત્યાર પછી એ કુટુંબમાંથી વિદાય લઈ નિકળ્યાં. આમ ફરી અમે હતાં એવાં થઈ ગયાં ને હવે બંને જણ ઘેડા ઉપર ચઢ્યાં. કુમાષહસ્તી અને તેના સિપાઈઓ તથા માણસોને લઈને ઘર તરફ અમે ચાલ્યાં. પહેલાં તે અમે અણુશકે નગર ભણી ચાલ્યાં. એ નગર એવું તે સુંદર છે કે એને આખા પ્રદેશનું મેતી અને ભાગ્યદેવીનું સ્થાન રહેવું જોઈએ. પોતાની સખીને ઉતાવળી ઉતાવળી મળવા જતી ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com