________________
* ૧પ૨ :
તરંગવતી
આ અજાણ્યા પ્રવાસમાં અમને ઘણીવાર થાક પણ ખાવા દેતે. અસ્ત્રશસ્ત્ર એણે સજેલાં હતાં ને કમરે પટ્ટો કર્યો હતે. એવી રીતે એ અમારી સાથે ચાલતે. એકાદ ઝાડમાંથી થોડાક પંખીઓ ( અરધી ઊંઘમાંથી જાગીને) ઊડી જતાં અને એમની પાંખને અવાજ, ફૂદડી ખાઈને પડતાં સૂકાં પાંદડાંના ખખડાટ જે સંભળાતે. વળી રાની ભેંશ, વાઘ, ચિત્તા અને જરખની બૂમે, તેમજ પંખીએની અનેક પ્રકારની ચીસ સંભળાતી. અમે મહાભયમાં પડતું મૂકયું હતું તે છતાં ય, અમે કહીએ કે વનનાં બધાં પ્રાણીઓ ને પશુપંખીઓ સારે નશીબે શાનિત રાખી રહ્યાં હતાં. છેવટે મેં હાથીઓએ તેડી પાડેલાં ડાળ જોયાં, જેના ઉપરથી ફળફૂલ તેડી લીધાં હતાં, આ અને બીજી નિશાનીઓથી જાણી લીધું કે હવે અમે વનને છેડે આવ્યાં છીએ. ત્યારે એ લૂંટારાએ અમને કહ્યું: ‘હવે તમે વનની બહાર આવ્યાં છે ને હવે કંઈ ભય જેવું નથી. પાસે જ ગામડાં આવે છે. આ મેદાનને રસ્તે તમે ચાલ્યાં જાઓ. હું પણ બીજે રસ્તે ચાલ્યા જાઉં છું. લૂંટારાની ગુફામાં મારા સરદારના હુકમને અનુસરીને કેદમાં રાખ્યાં ને સંતાપ્યાં તે માટે ક્ષમા કરજે.” મારા સ્વામીએ ઉપકારની લાગણીથી અમારું ભલું કરનાર લૂંટારાની આંખ સામે જોયું અને શુદ્ધ નમ્રસ્વરે કહ્યું–‘અમારે કઈ (સહાયક) સંબંધીઓ પાસે હતા નહિ તેવી વેળાએ, તમને એ હુકમ હતું છતાં, તમે અમારાં જીવન ઉગારી લીધાં છે. કોઈ પણ આધાર કે છત્ર વિનાનાં અને જીવનાશા હારી બેઠેલાં
અને
વેળાએ રાજહાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com