________________
તરંગવતી
: ૧૪૯ :
વીરતાથી હરકતેને ધકેલ્યું જાય તે સુખરૂપી નારીની સાથે આનંદ કરે છે. ત્યાર પછી મારા સ્વામીએ મને કહ્યું: “શેક કર ના, મારી વહાલી ! પણ હું તને કહું છું તે સાંભળ! આ કેદખાનામાંથી નાસી છૂટવાનું બની શકે એમ નથી જ. વળી માણસે વિના આનાકાનીએ જમદેવની આજ્ઞાને તાબે થવું જોઈએ. એ એક વાર માણસને પકડે એટલે બીજો ઉપાય જ નહિ. રાત્રે તારા ને ગ્રહને લઈને ફરનારે આકાશને ચંદ્ર પણ (ક્ષય પામી) દુર્ભાગ્યને તાબે થાય છે ત્યારે સામાન્ય પ્રાણુને તે કેવડો મોટો ભય છે! સ્થળ, કાળ, વસ્તુ ને પ્રકારને અનુસરી માણસને એના કર્યા કમના ફળ મળે ને તેને અનુસરીને સુખદુઃખ મળે એ તે અચળ નિયમ જ છે. તેથી મારી પ્રિયા, હિમત હારતી ના ! સમસ્ત પ્રાણવગમાં એવું કોઈ નથી કે જે સુખદુઃખને નકકી કરનારા એ નિયમને ઓળંગી શકે. આ દિલાસે દેનારા શબ્દોથી મારો શોક કઈક ઓછો થયો. પતિની સાથે બંધાયેલી હરણીની પેઠે હું બીજી કેદ થઈ પડેલી સ્ત્રીઓ તરફ જોવા લાગી. મારા વિલાપથી કેટલાકની આંખમાંથી આંસુ વહ્યા જતાં હતાં, અને હવે તે પણ પોતાનાં દુઃખ સંભારી રડવા લાગી. બીજી જે સ્વભાવે જ સહુદય હતી એ તે અમારા આવતામાં જ લાગણી થવાથી રડી પડી હતી. રોતી આંખે એ પૂછવા લાગીઃ “તમે કયાંથી આવે છે? અને તમે આ લૂંટારાના અભાગી હાથમાં કેવી રીતે પડયાં ?” (પાછલા ભવની કથાથી માંડીને ) અમારા નશીબની સૌ કથા મેં એમને રડતી આંખે કહી સંભળાવી. હાથી નાહવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com