________________
તરંગવતી
: ૧૩૫ :
અથ તરફના સૌથી ઉતરી
અમારી હેડી હંકારી.
પણ અમારા જમણા હાથ તરફ શિયાળવાં રખડતાં હતાં તે અકાળે બોલવા લાગ્યા. પશુઓમાં સૌથી લુચ્ચાં એ શિયાળવાને અવાજ અમને સંભળાવા લાગે. જેથી વગાડાતા શખ જે બેસુરો એમનો અવાજ હતું. તરત જ મારા પ્રિયે મછવે અટકાવ્યું અને મને કહ્યું: “શુકન મળે ત્યાં સુધી આપણે ઊભાં રહીએ, કારણ કે ડાબી બાજુથી નીકળીને જે શિયાળ જમણી બાજુએ જાય તેમજ પાછળ જાય અથવા પાછળ આવે તે અપશુકન થાય. જીવને કશું જોખમ થવાનું નથી, કશું વિન આવવાનું નથી એવી આપણે ખાતરી કરી લેવી જોઈએ.” એમ બેલ્યા પછી (અટકાવી રાખેલા મછવા ઉપરના) મેજાંના મારાથી ડરીને ફરીથી મછવો નદીમાં હંકારવા માંડ્યો. હલેસાંને જેરે મછો ચાલ્યો ને વળી મેજને પ્રવાહ ખૂબ ઉતાવળો ચાલ્યો, અને આમ અમે મછવામાં બેસી ઘણી ઉતાવળે આગળ ચાલ્યાં. દૂરના કિનારા ઉપર નવાં નવાં ઝાડ દેખાતાં ને પાછળ અદશ્ય થઈ જતાં. પવનને સુસવાટ અને પંખીઓને કિલકિલાટ અત્યારે બંધ થઈ ગયા હતા અને તેથી જમુના શાન્તિની પ્રતિજ્ઞા પાળતી હોય એવી દેખાતી હતી. તે વખતે મારા પ્રિયે, ભય ગમે છે અને ચિંતા જેવું કશું નથી, એમ જાણીને હૃદયને આનંદ આપનારી વાત કરવા માંડી અને બેલ્યાઃ “આટલા લાંબા વિજેગ પછી આપણે પાછાં એકબીજાને આમ ભેટી શકયાં એ આપણું કેવું સદ્ભાગ્ય ! તે આપણે સંજોગ ઈયે ન હેત, એ ચિત્ર ચિતર્યા ન હોત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com