________________
: ૧૨૬ :
તરગતી
વર્ણવી હતી. વાંચતાં એમને સ્નેહ મને સ્પષ્ટ થયેા. કાગળમાં આમ હતુ. “મારા હૃદયની સ્નેહપાત્રી તર’ગવતી જોગ આ સ્નેહસદેશ છે. જેનું મુખ કમળસમુ છે અને જેનું આખું અંગ અનગને ખાળે કરીને આટલી તીવ્ર વેદના સહે છે એવી જીવતીનું માંગળ અને કુશળ હા! (વિોગમાં પણું ) આપણને સ્નેહે કરી જેણે બાંધી રાખ્યા છે એવા કામદેવની કૃપાવડે હું કુશળ છું, માત્ર અનંગનુ બાણુ મને ચાંટયું છે એટલે જ્યાં સુધી તું મારાથી દૂર છે ત્યાં સુધી મારૂં અંગ ઢીલું ને નબળું પડતું જશે. આ સાજાતાજાના સામાન્ય સમાચાર પછી, કમળપત્રના જેવી સુંદર આંખાવાળી હે પ્રિયે, ખીજી વાત હવે કહું': આપણા એક વખતના સ્નેહાનદને યાદ કરતાં આજે પણ તારે માટેની કામનામાં હું ડુબી જાઉ છું; મારા મિત્રો અને સંબધીઓની મદદથી હું. નગરશેનું મન મનાવી લઉં, ત્યાં સુધી તું ધીરજ ધર. પિતાની ઈચ્છા થાય ત્યાં સુધી ધીરજ ધર. આ પત્ર વાંચીને મને લાગ્યું કે મારા પ્રિય (જો કે એમણે અમારા અંત વનનુ યથાસ્થિત વર્ણન કર્યું હતુ, તે પણ મને ધીરજ ધરવાનું કહેલુ હાવાથી)સ્નેહમાં ઠંડા પડી ગચા છે. આથી મારા ઉત્સાહ સાથે ઉત્કંઠા પણ ભાગી ગઈ. હું ઢીલી થઇને બેસી ગઈ અને જાંગ ઉપર કાણી ટેકવી તથા હાથ ઉપર માં ટેકવી ખાવરાની પેઠે તાકી જોઇ રહી. મારી સખી મને સભ્યતાથી સમજાવવા લાગી ને દિલાસા આપવા લાગી. એ ખેલીઃ · પણ મારી સખી, તારી લાંખા કાળની કામના સફળ થવાના અને તમારા સ્નેહસંબંધ બધાવાના સમાચાર જે પુત્ર આપે છે તે જ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com