SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૮ : તરગવતી મારી સખીએ આણેલા આ સમાચારે શિયાળાના હિંમ જેમ કમળની દાંડીને ભાંગી નાખે એમ મારા મનારથને મૂળથી ભાંગી નાંખ્યું. મારું સર્વાં ભાગ્ય ચાલ્યું ગયું, મારું' હૈયું એક વાર તે આન ંદને બદલે પાછું શેકથી ભરાઈ ગયું, અને આંસુભરી આંખેાએ મેં મારી રાતી સખીને કહ્યું ‘મારા સખા માણુ વાગ્યે જીવી શકચે નહિ, તેથી હુ" પણ જીવી શકી નહિ. એ જીવે તે જ મારાથી જીવાય, પક્ષીના ભવમાં પણ હું એની પાછળ મૃત્યુ પામી! ત્યારે આજ આ માનવ ભવમાં એમના વિના-મારા સ્નેહી વિના હું શી રીતે જીવી શકું? જા, સારસિકા ! એમને આ પત્ર આપ, અને વળી કહેજે કે: 4 થરથરતી આંગળી વડે ભાજપત્ર ઉપર લખેલા આ પત્ર સ્નેહની સુ ંદર કથા કહેશે. એ છે તે ટૂંકા, પણ અંદર હકીકત મહત્ત્વની છે. તમને આપવા એ પત્ર મારી સખીએ આપ્યા છે તથા એમના આત્માને આશ્વાસન આપવાને માટે વળી આ સ્નેહશબ્દે એમને કહેશેઃ ‘તમે। સ્વામીને અનુસરવાને માટે જેણે ચક્રવાકીના ભવમાં પેાતાનુ જીવન સમર્પી દીધુ, તે આજે નવે અવતારે નગરશેઠની કન્યા થઇને અવતરી છે, તમને શોધી કાઢવાને જ ચિત્રમાળાનું પ્રદર્શીન કર્યું હતુ. એક વાર તમે એની પાસે આવ્યા કે એની કામના પૂરી થઇ. અવૈ, ગયા ભવમાં ખાવાયેલા અને ફરી પાછા આજે મળી આવેલા પ્રિયતમ ! આપણને ગયા ભવમાં એકરૂપ કરનારા સ્નેહસંબ'ધ હુજી. ચે કાયમ હેાય તે તમારા જીવનને જાળવી રાખેા અને તમારી સાથે મારા જીવનને પણ બચાવે! વળી અમને એકસૂત્રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy