SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૧૦૯ : ને પછી પાછાં વળી સાથે ચાલતાં. ટૂંકામાં, ચોમાસામાં પાણીનો પ્રવાહ નદીનું રૂપ ધારણ કરી જેમ તે સમુદ્ર તરફ વહે છે, એમ રાજમાર્ગો ઉપર લોકને પ્રવાહ વહેવા માંડ. જે સ્ત્ર ચા હતા, તે સહજે જોઈ શકતા, પણ જે નીચા હતા તેમને પગની આંગળીના ટેરવા ઉપર ઊંચું થવું પડતું. ઘણુ ભીડમાં ભીંસાતા અને ખાસ કરીને જાડા તે એથી ચીસો પાડતા. રાત કેમ ચાલી જાય છે ? એની કેટલાક માણસે પોતાના ફરવા આગળ પરવા કરતા નહોતા, પણ કેટલાક પોતાના ફાનસમાં અધ ઉપર બળી ગયેલી દિવેટ તરફ આંખ રાખ્યા કરતા અને રાત જેમ જેમ જતી તેમ તેમ લેકની આંખ ઊંઘે ઘેરાતી ગઈ અને તેમની આતુરતા ઓછી થતી ગઈ, તેથી ભીડ પણ ઓછી થતી ગઈ અને આખરે થોડા જ લેકે છબીઓ પાસે આવવા લાગ્યા, પણ હું લેક તરફ અને વખત જેવાને દિવા તરફ જોતી હતી તેવામાં અકસ્માત સરખી. વયના પોતાના મિત્રોનાં ટેળાં વચ્ચે ચાલતે એક યુવાન પુરુષ ત્યાં આવી પહોંચ્યા અને છબિઓ જેવા લાગે. કાચબાના પગ જેવા એના પગ કે મળ હતા. પગની પિંડીએ ઘાટદાર હતી, એની જાંગો મજબૂત હતી, તથા એની છાતી સપાટ વિશાળ અને માંસભરી હતી. વળી તેના હાથ લાંબા, સ્થૂલ અને બલવાન હતા. પોતાના મિત્રોના મુખને કમળની પેઠે ખીલવતે અને તેમની વચ્ચે ચાલતો જાણે બીજે ચંદ્ર આવ્યો હોય એમ એ ચંદ્રથીયે વધારે સુંદર શેતે હતે. એની જુવાનીની સુંદરતા અને મૃદુતા એવી તે ભવ્ય હતી કે જુવાન સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy