________________
[ પ ]
નુતન અદ્ભુત છે. આ મૂર્તિની ઊંચાઈ ૧૮ ફૂટ છે અને પહોળાઈ ૧૪ ફૂટ છે. અહીં એક નાની દેરીમાં શાંતિનાથની શ્યામ મૂર્તિ છે.
બાલાપસી [૮] આ ટુંક ઘેઘાવાળા શેઠ દીપચંદ કલ્યાણજીએ બંધાવેલ છે. તેમનું હુલામણું નામ બાલાભાઈ હતું તેથી આ ટુંકને “બાલાસી” કહે છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે.
મોતીશા શેઠની ટુંક ૯િ] વિક્રમના ઓગણીસમા સિકામાં જૈન સમાજમાં જે જે દાનવીર શ્રાવકે થયાં હતા તેમાં સુરત નિવાસી મતીશા શેઠનું નામ મુખ્ય છે. શ્રી આદીશ્વર ભગવાનની મોટી ટુંક અને હેમવસહી ટુંકની વચ્ચે “કુતાસર” નામની મોટી ખીણ હતો તે ખીણને લાખોના ખર્ચે પુરાવીને તેના પર દેવવિમાન જેવી સુંદર ટુંક મેતીશા શેઠે બંધાવી છે. આ ટંકની વચ્ચે ત્રણ માળનું રમણીય મુખ્ય મંદિર છે. આ મંદિરનું ખાતમુહૂર્ત વિ. સં. ૧૮૮૨ માં થયું હતું. મોતીશા શેઠની ભાવના પિતાના શુભ હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી પણ ભવિતવ્યતા બળવાન હોવાથી તે બન્યું નહિ કારણ કે શેઠ સ્વર્ગવાસ પામ્યા ત્યાર પછી તેમના સુપુત્ર શેઠ ખીમચંદભાઈએ સુરતથી સંઘ કાઢી સં. ૧૮૯૩ ના મહા વદ બીજના શુભ દિવસે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. મુખ્ય મંદિરની આસપાસ ભેળ મંદિરો છે અને મુખ્ય મંદિરની ભમતિમાં એક સે ત્રેવીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com