________________
– આત્મનિવેદન -
મારા ભાણેજ શેઠ કીસનદાસ ભૂખણદાસે શ્રી શત્રુ જય તીર્થના જુદા જુદા ફોટાઓ લેવરાવી, તેને એન લાર્જ કરાવી, તેમાં રંગ પૂરી આરીસાઓ બનાવી માલેગામના જિનમંદિરમાં “શ્રી શત્રુંજ્યપ્રાસાદ” તરીકે પધરાવેલ છે. તેઓએ નૂતન પદ્ધતિને અને સરી કાવ્યરચના કરવા મને જણાવ્યું અને તે માટે જોઈતા પુસ્તકો મને યા. તે મુજબ “શ્રી નૂતન વુિં જોદ્ધાર” નામક કાવ્ય મેં રચી આપ્યું. તેઓએ પિતાના ખર્ચે સંવત ૧૯૯૪ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી. તેની પ્રતા હાલમાં ખલાસ થઈ ગઈ છે. ત્યારે તે પુસ્તકમાં કેટલાક સુધારાવધારો કરી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને મેં સેપેલ. આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થતી જોઈ મને ઘણે આનંદ થાય છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ તેમાં કેટલીએક નવી માહિતી ઉમેરી પુસ્તકની ઉપયુક્તતા વધારી છે તે માટે સભાને હું ઉપકાર માનું છું. માલેગાવ : સાહિત્યચંદ્ર બાલચંદ હરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com