________________
શ્રી બાલચંદભાઇ સભાના પરમાહિતી છે. શ્રી જન ધર્મ પ્રકાશ
એક પણ એક એવું નહિં હોય જેમાં તેઓ થી પધિ કે ગધ લેખ નહીં હોય. શ્રી બાલચંદભાઈની આ કૃતિ માટે વખાણ કરવા તે સુવણુને ઓ૫ ચટાવવા જેવું છે. તેમણે પ્રાચીન ગ્રંથે પરથી અર્વાચીન પદ્ધતિએ શ્રી શત્રુંજયના થયેલા ઉદ્ધારને હળવી ભાષામાં ગૂંથી લીધાં છેઆ પુસ્તિકાને વિશેષ ઉપયોગી બનાવવા માટે આપણું સભાના સેક્રેટરી શ્રી દીપચંદ જીવણલાલ શાહે પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ તીર્થાધિરાજ શત્રુંજયનું સંક્ષિપ્ત વર્ણનને સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓશ્રીએ તીર્થને લગતી સમગ્ર માહિતી સંક્ષિપ્તમાં છતાં મુદાસર આપી છે, જે તીર્થપ્રેમીને માટે ઉપયોગી છે. તદુપરાંત આ પુસ્તકને વિશેષ ઉપયોગી બનાવવા પ્રાચીન ચૈત્યવંદનો અને સ્તવન વિગેરેનો સમાવેશ કર્યો છે.
શ્રી કરમચંદભાઈ જ્ઞાન–પ્રચારના આવા કાર્યોમાં વિશેષ સહાયતા કરતા રહે અને શ્રી બાલચંદભાઈ પિતાની સુકલમનો પ્રસાદ જનતાને ચરણે અર્યા જ કરે એમ ઈચ્છીએ છીએ.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર.
સ. ૨૦૧૫: અક્ષય તૃતીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com