________________
શત્રુંજયેદ્ધાર
L[ ૨૯] ૮ તીર્થરક્ષણ
(દુહા) પ્રામાણિક વૃત્તિ ધરી, તીર્થરક્ષણ કરે છે; અઢળક લક્ષ્મી તસ પદ, આલેટે ધરી નેહ, ૧ દેવદ્રવ્યને સાચવે, ધર્મભાવ ધરી ચિત્ત, તસ ઘર કમલાસ્થિર રહે, દુઃખ ન તસલવહેત. ૨
ઢાળ આઠમી (દેશી—ગિરૂઆરે ગુણ તુમતણ) તીર્થરક્ષણ ફલ અતિ ઘણું કઈ ન તોલે આવે રે; પુણ્ય અતુલ પામે ભવિ પ્રાણ, પાપપટલ સહુ જાવે છે.
આંકણું. ઉદ્ધારકારક પ્રાચીન કાલે, તીર્થરક્ષણ કરે છે તે રે; એહ પરંપર બહુવિધ ચાલી, કાર્ય અખંડિત જેતે . તી.૧
* સંવત ૧૫૧૨ માં મહમદશાહના વખતમાં મેટે દુકાળ પડ્યો, ત્યારે હડાળાના શેઠ ખીમા દેદારે પીડિતોને છૂટથી અનાજ પૂરું પાડ્યું. તેથી બાદશાહે તીર્થંરક્ષણ કરવા માટે શેઠને છૂટથી મદદ આપવાનું કબૂલ કર્યું. સંવત ૧૬૮૬માં શેઠ શાંત્તિદાસ સહસકરણને શહાજહાન બાદશાહે શ્રી શત્રુંજય, શંખેશ્વર, કેશરીઆ, અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુરનાં જૈનમંદિર અને શ્રી સંધની મિલકતના ભોગવટાને ખરીતે કરી આપે. તે વખતે યાત્રાળુઓ વિશેષ સંખ્યામાં આવતા રહેવાથી તેમના રક્ષણને બદલે કાઠી ગરાસીઆને ખુશી મુજબ અપાતો હતો. પાછળથી તેમાં તકરાર જાગવાથી ગારીઆધારના ગેહલને તે કામ સોંપાયું. તેઓ સંધની બધી વ્યવસ્થા અને સંભાળ રાખતા. તેના
બદલાને નિયમ નહિ હતું તેથી તેમાં પણ ગૂંચવણો પેદા થઈ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com