________________
[ ૨૦ ]
નૂતન
શાંતિદાસ કુલદીપ હમાભાઈ ટુંક બંધાવે શત્રુંજયમાં; છાશી અઢારસે સ્થાપના કીધી, ચૌલ્ય પ્રતિષ્ઠા વિમલાચલમાં.
સમ. ૧૦ વિવિધ તિહાં કઈ મંદિર રચના, ભવિક કરે પ્રાકાર સકલમાં; પુંડરિક મુખ મંદિર શોભે, અજિત જિનેશ્વર ભુવન તે સ્થળમાં.
સમ. ૧૧ ઉજમવસહિ ગિરિશંગ દિપાવે, નંદીશ્વર રચના મનહારી; ચૌમુખ સત્તાવન નિપજાવે, વિવિધ શિખર નામાંકિત સારી.
સમ. ૧૨ ઉજમ ફઈ સહ હેતે વખાણે, નગરશેઠના ફઈજી જાણી; ત્રાણું અઢારસે સાલમાં રચના, ભવજલતારક નાવ એ માની.
સમ. ૧૩ સાકરચંદ વસાવે વસહી, ત્રાણું અઢારસે સ્થાપન કીધી; બહુવિધ મંદિર વિવિધ દેરીઓ, ગુચછક સુંદર આતમસિદ્ધિ.
સમ. ૧૪ છીપાવસહી ભાવસાર બંધાવે, એકાણું સત્તરસમાં સુજ્ઞાની; ત્રણ મંદિર સુંદર કરે રચના, ભક્તિ કરે ફલ મોક્ષનું માની.
સમ. ૧૫ અજિત ને શાંતિ જિનેશ્વર દેરી, સન્મુખ રચના કીધ સુજ્ઞાની; એકની ભક્તિ તે પૂંઠ બીજાને, આપત્તિ એ તિહાં જ્ઞાનીએ માની.
સમ. ૧૬ મનિ નંદિણ પંડિતે કીધી, અજિતશાંતિ સ્તવના બહુ સારી; રાગ તાલ મંગલ કરી રચના, મનહર દીપે મેહને વારી
સમ. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com