________________
બેલ અઢાર
આજવું, ચળવું, ચેપડવું, સાંભળવું, એવું અને વિષય અબ્રહ્મચર્ય સેવવો વિગેરે કામ શબ્દમાં સમાઈ જાય છે.
ઘણા વિલાસી જીવન ગાળનાર લોકોને સમય ઈન્દ્રિયોને પોષવામાં જ જાય છે. “પ ફાટે ને માં ફાટે એટલે પથારીમાંથી વહેલા કે મોડા ઉઠે ત્યારથી માંડીને મોડી રાતે સૂએ ત્યાં સુધી ખાવાપીવામાં [ચા, બીડી સીગારેટ, સેપારી, પાનપટ્ટી, નાસ્તાપાણી, ફળમે, બે ત્રણ કે ચાર વખત ભોજન વિગેરેમાં મોઢે ચાલ્યા જ કરે. બે કે ત્રણ વખત ખાધા સિવાય-ખાવાના વખત ઉપરાંત કોઈ ચીજ મોઢામાં ન નાખવી, એવું નિયમિતપણું જયાં ન હોય ત્યાં રોગ, પૈસાની બરબાદી, સમયનો દુરૂપયોગ અને કર્મબંધન સિવાય બીજો કશો લાભ ન જ થાય. આવી રીતે જીવવું એ જીવન પશુતુલ્ય ગણાય. ત્યાં માણસાઈ ન હોઈ શકે. ખાવું-પીવું વિગેરે પ્રવૃત્તિ બે કલાક ઉપરાંત ન થાય અને સૂવાનું છ કલાક ઉપરાંત ન થાય એ માણસાઈને ગુણ છે.
ધન મેળવવાની ધખનાવાળા અને ખાવું, પીવું ને સૂવું વિગેરે પ્રવૃત્તિમાંજ રાચેલા માણસો ધર્મકરણી કરી શકે નહિ. ધર્મકાર્યમાં ચિત્ત ચોંટે નહિ. ધર્મકાર્ય એ ત્રણેમાં ધર્મ, અર્થને કામમાં પ્રથમ દરજજે છે. ધર્મથીજ અર્થ ધન અને કામ-સુખનાં સાધનો મળી શકે છે.
એકાંત કામ ભાગવિલાસમાંજ રાચી રહેવાથી તન, મન, ધન, યશ, કીર્તિ, ધર્મ અને પુણ્યની ખુવારી થાય છે. છેવટ કર્મબંધન અને દુર્ગતિ મળે છે.
એકાંતે ધન મેળવવાની ધખનામાંજ રાચી રહેવાથી તન, મન, યશ, પુણ્ય, ધર્મ, નીતિ અને આચારવિચાર વિગેરેથી ભ્રષ્ટ થવાય છે. છેવટ કર્મબંધન ને દુર્ગતિ સામે થાય છે.
જેના ઉપર કુટુંબનો બોજો હોય તેવો માણસ ઉપદેશ સાંભળી, આવેશમાં આવી, દુ:ખગર્ભિત વૈરાગ્યથી એકાંત [ટુંબના ભરણપોષણ વિગેરેની દરકાર કર્યા સિવાય આખો દિવસ તપ-ત્યાગ શાન-ધ્યાન વિગેરે ધર્માનુષ્ઠાનધર્મ કિયાજ કરવા મંડી જાય છે તે પણ મૂર્ણ અવિવેકી ગણાય છે. એકાંત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com